- બનાસકાંઠાના થરાદ પાસે ગંભીર અકસ્માત
- આ ગંભીર અકસ્માતમાં 1નું મોત, 1 ઘાયલ
- ઘાયલને સારવાર અર્થ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખેસડાયો
બનાસકાંઠા: જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે થરાદમાં રેફરલ હોસ્પિટલ આગળ જ એક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા તે વ્યકિત ટ્રકના ટાયર નીચે કચડાઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક કીર્તિભાઈ ગોહિલને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.
આ અકસ્માતમાં અન્ય બાઈકસવાર મુકેશ ચૌહાણને પણ ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. થરાદ શહેરના ભરબજારમાં ગંભીર અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જે બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકના મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.