ETV Bharat / state

બૂટલેગર સાથે સાંઠગાંઠના આરોપસર મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ભિલોડાના કુખ્યાત બૂટલેગર અને મર્ડર કેસના આરોપી સૂકા ડુંડ સાથે સંપર્ક ધરાવનાર જિલ્લા હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો હતો.

બૂટલેગર સાથે સાંઠગાંઠના આરોપસર મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ
બૂટલેગર સાથે સાંઠગાંઠના આરોપસર મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ
author img

By

Published : Dec 29, 2020, 9:08 PM IST

  • બૂટલેગરો સાથે સંપર્ક હવે પોલીસકર્મીઓને ભારે પડી રહ્યાં છે
  • મહિલા કોન્સ્ટેબલના સંપર્કને લઇને સસ્પેન્ડ કરાયા
  • અરવલ્લી પોલીસ વડાએ લીધાં પગલા

મોડાસાઃ અરવલ્લી જિલ્લા હેડ ક્વાર્ટરમાં નેત્રમ કંટ્રોલ પોઇન્ટ પર ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સાથે ભીલોડાના ડોડીસરાના બૂટલેગર અને હત્યાના આરોપી સૂકા ડુંડના સાથે સંપર્ક હોવાનું ખુલ્યું હતું . જેના પગલે અંગત માહિતીના આધારે જિલ્લા પોલીસ વડાએ મહિલા કોન્સ્ટેબલ મમતાબેન ડામોરને ફરજ મોકૂફીનો આદેશ કર્યો હતો. એસ.પી સંજય ખરાતની નિમણુક બાદ બૂટલેગરો સાથે સંપર્ક હવે પોલીસકર્મીઓને ભારે પડી રહ્યાં હોય તેવુ લાગી રહ્યું છે. જિલ્લા પોલીસ વડાએ થોડા સમય અગાઉ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી બૂટલેગરો સાથે સંપર્ક ધરાવતા હોવાનું ધ્યાને આવતાં સસ્પેન્ડ કર્યા હતાં.

વિદેશી દારુ ઠલવાઈ રહ્યો છે

રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે. વિદેશી દારૂની બદી અટકાવવાની જવાબદારી પોલીસની છે. જોકે કેટલાક પોલીસકર્મીઓ કટકીની લાલચમાં બૂટલેગરના વહીવટદાર બની ગયાં છે. આવા જ એક મહિલા પોલીસ કોન્સટેબલ મમતા ડામોરને ભીલોડાના કુખ્યાત બૂટલેગર અને મર્ડર કેસના આરોપી સૂકા દુંડ સાથે સંપર્ક ધરાવાના આરોપસર અરવલ્લી પોલીસ વડાએ સંજય ખરાતે સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો હતો.

જિલ્લાના એ. પી. સંજય ખરાતે બૂટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવનાર કર્મીઓને પાઠ ભણાવી રહ્યાં છે

ગુજરતામાં દારૂબંધી છે તેનો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે તે જગજાહેર છે, પરંતુ તેની સામે કાર્યવાહી જવલ્લે જ થતી હોય છે. જોકે અરવલ્લી જિલ્લાના એ.પી. સંજય ખરાતે બૂટલેગરો સાથે સાંઠગાંઠ ધરવાનાર કર્મીઓને પાઠ ભણાવાનું નક્કી કર્યુ હોય તેમ એક પછી એક પોલીસ કર્મચારીઓના નંબર લાગી રહ્યાં છે. તેથી અરવલ્લી પોલીસ બેડામાં હવે બૂટલેગરો સાથે ઘરાબો ધરાવાતાં અધિકારીઓ અંગે ગપસપ થઇ રહી છે અને હવે કોનો નંબર આવશે અને હવે ફલાણો લપેટામાં લેવાશે તેવી ચર્ચાઓ થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.