ETV Bharat / state

મોડાસા માર્કેટ યાર્ડમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે હરાજી બંધ

અરવલ્લીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં માર્કેટ યાર્ડના વેપારીઓએ ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ હતું. જેને પગલે સોમવારે માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રહી હતી. જોકે, કેટલાક વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી હતી.

મોડાસા માર્કેટ યાર્ડ
મોડાસા માર્કેટ યાર્ડ
author img

By

Published : Apr 19, 2021, 3:18 PM IST

  • અરવલ્લીમાં કોરોનાના કેસમાં વધારો
  • મોડાસા માર્કેટ યાર્ડમાં 19થી 21 એપ્રિલ સુધી લોકડાઉન
  • વેપારી મંડળોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ

અરવલ્લીઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે અરવલ્લીના કેટલાક તાલુકાઓ અને ગામડાઓમાં વેપારી મંડળોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં માર્કેટ યાર્ડના વેપારીઓએ તારિખ 19થી 21 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કયું હતું. જેને લઈ સોમવારે હરાજી બંધ રાખવામાં આવી હતી. જોકે, કેટલીક દુકાનો ખુલ્લી રહી હતી, જેથી પોતાની જણસી લઈને આવેલા ખેડૂતોએ પોતાનો માલ વેચ્યો હતો.

મોડાસા માર્કેટ યાર્ડ
મોડાસા માર્કેટ યાર્ડ

આ પણ વાંચોઃ જામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં ત્રણ દિવસ તમામ કારખાનાઓ બંધ

મોડાસામાં અગાઉ જાહેર કરેલું બંધ નિષ્ફળ રહ્યુ હતુ

ઉલ્લેખનિય છે કે, એક સપ્તાહ અગાઉ મોડાસા નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને નગરના મોટા ભાગના વેપારી મંડળો સાથે બેઠક કરી 7 દિવસ માટે સાંજના 6 થી સવારના 6 સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું આહવાન કર્યુ હતું. જોકે, કેટલાક દુકાનદારોએ ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ રાખી આહવાનને કોઇ જ પ્રતિસાદ આપ્યો ન હતો.

મોડાસા માર્કેટ યાર્ડ
મોડાસા માર્કેટ યાર્ડ

આ પણ વાંચોઃ વાંસદા તાલુકાના ગંગપુર ગામમાં 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

અરવલ્લીમાં કોરોનાના કેસ

જિલ્લામાં આરોગ્ય વિભાગ તરફથી કોરોના કેસના આંકડા જાહેર કરવામાં આવ્યાં નથી. તેમ છતાં બિન સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના કેસની સંખ્યા 1600ને પાર પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.