- 55,581 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો
- રાજ્યમાં કોરોન વાઇરસનો કહેર યથાવત
- કુલ 49 કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી છે
અરવલ્લીઃ કોરોના વાઇરસની હાલમાં વધતી જતી મહામારી સામે રક્ષણ પૂરું પાડવા હેતુસર સરકાર દ્વારા સમગ્ર રાજયમાં કોરોના રસીકરણ કાર્યક્રમ તા-16મી જાન્યુઆરીથી અલગ અલગ જૂથ માટે શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત તારીખ-1લી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ માટે અરવલ્લી જિલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહીક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે તેમજ તાલુકાના અમુક જાહેર સ્થળોએ પણ વિના મૂલ્યે રસીકરણ કરવાની કાર્યવાહી શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા ભરમાં કુલ 49 કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અંતિરીયાળ વિસ્તારોમાં આયોજન મુજબ ડે સેંટરની સ્થાપના કરી રસી આપવામાં આવી છે.
![55,581 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-aravalli-vaccination-walkthrough-gj10013_30042021182432_3004f_1619787272_1056.jpg)
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રસીકરણ સંદર્ભે સંબોધન
આરોગ્ય તંત્રની અપીલ
જિલ્લાના આરોગ્ય તંત્ર તરફથી સબંધિત વય જૂથના જિલ્લાના તમામ વ્યક્તિઓ કોવિડ-19 રસીકરણ વહેલામાં વહેલું કરાવી કોવિડ-19ની ગંભીર બીમારીથી સુરક્ષિત થાય તેવી જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર જનતાને અપીલ કરી છે.
આ પણ વાંચોઃ રાજકોટ નજીક નાકરાવાડી ગામમાં લોકોનો ભય દૂર કરવા સૌ પ્રથમ સરપંચ પરિવારે રસીકરણ કરાવ્યું