- અરવલ્લીમાં બે નેતાનું કોરોનાને કારણે મોત
- જિલ્લા ભાજપે બે લોકપ્રિય નેતા ગુમાવ્યા
- ખડોલ ગામના સરપંચ બન્યા કોરોનાનો કોળિયો
અરવલ્લીઃ જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ ગામના અને જિલ્લા ભાજપ મહામંત્રી ધીમંત પટેલ કોરોનાગ્રસ્ત થતા તેમને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમને આશરે દોઢ મહિનાથી અમદાવાદ ખાતે સારવાર લઇ રહ્યા હતા. જે બાદ કોરોના સામે જંગ હારી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે ધીમંત પટેલની કામગીરી નોંધપાત્ર રહી છે.
ધનસુરા તાલુકાના ખડોલ ગામના સરપંચ અને ભરવાડ સમાજના અગ્રણી ભલાભાઈને કોરોના ભરખી ગયો
આ સાથે ધનસુરા તાલુકાના ખડોલ ગામના સરપંચ અને ભરવાડ સમાજના અગ્રણી ભલાભાઈ એક સપ્તાહ પૂર્વે કોરોના સંક્રમિત થયા હતા. તેમને સારવાર અર્થે ગાંધીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમનું રવિવારના રોજ સારવાર દરમિયાન અવસાન થયું હતું. ભલાભાઈ ભરવાડનું અવસાન થતા ખડોલ ગામ સહિત ધનસુરા પંથકમાં શોકની લાગણી છવાઈ છે.