- મોડાસાના તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત
- તળાવની કિનારીએ બન્ને બાળકોના કપડાં અને ચંપલ મળી આવ્યા
- શ્રમિક પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું
અરવલ્લી : જિલ્લાના મોડાસા નગરની બહાર મેઘરજ બાયપાસ રોડ ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારના બે બાળકો નજીકના બાડેસર તળાવમાં નાહવા પડ્યા હતા. પરિવારના સભ્યો નજીકના દવાખાને દવા લેવા ગયા હતા. ઘરે પરત ફરતા તેમના 5 અને 7 વર્ષના બાળકો ઘરે જોવા ન મળતા આજુબાજુ શોધખોળ કરી હતી. આ દરમિયાન બાડેસર તળાવની કિનારીએ બન્ને બાળકોના કપડાં અને ચંપલ મળી આવતા શ્રમિક પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું. આ ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.
આ પણ વાંચો : વિસનગરના ભાલક ગામે તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોત
ભારે શોધખોળ કર્યા બાદ બાળકોને મૃતદેહો મળ્યા
બન્ને બાળકો પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકાએ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને સ્થાનીક તંત્રને કરવામાં આવી હતી. જેના પગલે ફાયર બ્રિગેડ ટીમ, સ્થાનીક તરવૈયાઓએ ઘટનાસ્થળે પહોંચી તળાવમાં બન્ને બાળકોની ભારે શોધખોળ હાથ ધરી હતી. આખરે શ્રમિક પરિવારના બે બાળકોના મૃતદેહ તળાવામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.
