- સ્વાતંત્ર્ય સૈનાનીઓ બાપુની અસ્થીઓ લાવ્યા હતા
- મેશ્ર્વો અને ઝુમ્મર નદીના પવિત્ર સંગમ સ્થળે અસ્થિ વિસર્જન કરાયુ હતું
- હાથીયા ડુંગરે વિધીસર સ્થાપિત કરી ગાંધી સમાધિ મંદિર બનાવાયું
અરવલ્લી: 21 ફેબુ્રઆરી 1948 ના દિવસે અરવલ્લી પંથકના સ્વાતંત્ર્ય વીર ગૌરીશંકર જોષી અને મનસુખભાઈ દ્વારા મોડાસા તાલુકાના મહાદેવગ્રામમાં ગાંધીજીના અસ્થી લવાયા હતા. ગાંધીજીના અસ્થિનું વિસર્જન મહાદેવગ્રામ (Mini Rajghat Mahadevgram) નજીક પસાર થતી મેશ્ર્વો અને ઝુમ્મર નદીના પવિત્ર સંગમ સ્થળે કરાયુ હતું. મેશ્વો-ઝુમર નદીના સંગમ સ્થાને આવેલ હાથીયા ડુંગરે વિધીસર સ્થાપીત કરી ગાંધી સમાધિ મંદિર બનાવાયું છે. આ સ્થળને મીની રાજઘાટ તરીકે પરિવર્તિત કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: International Non Violence Day : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ
મીની રાજઘાટ પર શાળા અને કોલેજ વિદ્યાર્થીઓએ પુષ્પાંજલી અર્પણ કરી
બાપુની જન્મજયંતી નીમીત્તે મીની રાજઘાટ સમા ગાંધી સ્મારકે અગ્રણીઓ, શાળા અને કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પુર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણે આ ઐતિહાસિક સમાધિ સ્થળ સાથે સંકળાયેલી રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓ સાથે જણાવી હતી.
![અરવલ્લીના મીની રાજઘાટ ખાતે બાપુની જન્મજયંતી નિમીત્તે અર્પિત કરાઇ શ્રદ્વાંજલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13240453_thu.jpg)
આ પણ વાંચો: ગાંધી જન્મસ્થળ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
- મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિ નિમિતે, રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધીએ આ પ્રસંગે રાજધાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે મોદી અને અન્ય નેતાઓએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
- મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ગોરા જમીનદારો વિરૂદ્ધ શરૂ થયેલા ચંપારણના ખેડૂતોનું આંદોલન રાષ્ટ્રવ્યાપી થઈ ગયું હતું. અંગ્રેજી શાસકોએ તેમની સામે ઝૂકવું પડ્યું હતું અને ખેડૂતો પર લગાવવામાં આવેલા તમામ બળજબરીપૂર્વકના કરવેરા હટાવી લેવાયા હતા. ચંપારણમાં સફળ થયેલા સત્યાગ્રહે દેશની આઝાદીનો માર્ગ મોકળો કર્યો હતો અને આ સત્યાગ્રહથી જ ગાંધીજીને 'મહાત્મા'નું બિરૂદ મળ્યું હતું.
- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ (Mahatra Gandhi Jayanti) પ્રસંગે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના (Porbandar kirti Mandir) કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે, બાપુને ભાવાંજલિ અર્પી હતી. આ સાથે સભામાં સાંસદ રામ મોકરીયા, સાંસદ રમેશ ધડુક સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.