ભિલોડા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં આદિવાસી ભાઈ-બહેનો ગેર મેળામાં ઉમટ્યા હતા. આઘેર મેળામાં અસંખ્ય ઢોલ અને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા લેઝીમ નૃત્ય પણ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.
આ ગેર મેળામાં આદિવાસી લોકો હોળીના તહેવાર નિમિત્તે ગેરીયા બને છે. લોકો પાસેથી પૈસાનું ઉઘરાણું કરે છે. ઢોલના તાલ સાથે નાચગાન કરતાં આ લોકો મેળામાં આવે છે. આ સાથે જ લોકો પાસેથી ઊઘરાવેલા ગેરના પૈસાથી વર્ષ દરમિયાન નોકરી મેળવવા, ખેતીમાં સારી ઉપજ માટે, બીમાર વ્યકિ્તની સારવાર માટે અથવા કે કોઈ સમસ્યાના નિવારણ જેવી બાબતે લીધેલી માનતા પૂરી કરે છે.