ETV Bharat / state

NH-8 પર પરપ્રાંતિય શ્રમિકોએ હોબાળો કરતા ટ્રાફિક જામ

author img

By

Published : May 13, 2020, 7:03 PM IST

અરવલ્લી જિલ્લામાં આંતરરાજ્ય સીમા હોવાથી હજુ પણ કેટલાય પરપ્રાંતિય શ્રમિકો પગપાળા વતન તરફ પલાયન કરતા જોવા મળી રહ્યાં છે. સરકાર દ્વારા આ શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરી છે. તેમ છતાં કોઈ કારણસર હજારો કિલોમીટર પગપાળા વતન તરફ જવા નિકળી પડ્યા છે.

Traffic jam caused by workers on NH-8
NH-8 પર પરપ્રાંતિય શ્રમિકોએ હોબાળો કરતા ટ્રાફિક જામ

અરવલ્લીઃ જિલ્લામાં આંતરરાજ્ય સીમા હોવાથી હજુ પણ કેટલાય પરપ્રાંતિય શ્રમિકો પગપાળા વતન તરફ પલાયન કરતા જોવા મળી રહ્યાં છે. સરકાર દ્વારા આ શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરી છે. તેમ છતાં કોઈ કારણસર હજારો કિલોમીટર પગપાળા વતન તરફ જવા નિકળી પડ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાંથી પ્રવેશ કરતા 300 જેટલા શ્રમિકોને અરવલ્લી પોલીસે નેશનલ હાઇવે નં.8 પર અટકાવતા શ્રમિકોએ હોબાળો કરી ચક્કાજામ કર્યો હતો. બંને જિલ્લાના પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. શ્રમિકોને સમજાવી ટ્રાફિકજામ હળવો કર્યો હતો. સાબરકાંઠા પોલીસ 300 શ્રમિકોને પરત લઈ ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

દિલ્હી તરફ જતા નેશનલ હાઇવે નં.8 પર શ્રમિકો પોતાનો સામાન લઇ કૂચ કરતા જોવા મળે છે. ધોમધખતા તાપમાં પણ કોરોનાનો ડર અને રોજગારી છિનવાતા શ્રમિકો વતન તરફ ચાલી નીકળવા મજબૂર બન્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા રાજસ્થાન સરકારે પાસ વગર શ્રમિકોનો પ્રવેશ બંધ કરી દીધો છે. ત્યારે બોર્ડર પર પણ અવાર નવાર ઘર્ષણની સ્થિતિ સર્જાય છે. શ્રમિકોનો સતત પ્રવેશ અરવલ્લી પોલીસના માથાના દુખાવા સમાન બની રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.