અરવલ્લી: જિલ્લા આરોગ્ય અધિકારીએ કોરોનાની પરિસ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં મંગળવારે સાંજ સુધીમાં મોડાસા શહેરમાં એક તથા ધનસુરાના વ્રજપુરાકંપામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં અત્યાર સુધી 135 કેસ નોંધાયા છે.
જિલ્લામાં હિમતનગર સિવીલમાં સારવાર હેઠળ મોડાસા શહેરના 65 વર્ષીય મહિલા તેમજ ધનસુરા તાલુકાના વ્રજપુરાકંપાના 33 વર્ષીય પુરુષનું સારવાર દરમ્યાન મોત થતા અત્યાર સુધી 10 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં ભિલોડાના બે, ધનસુરાના એક તેમજ શહેરના સાત દર્દીઓનો સમાવેશ થાય છે.
જ્યાં કોરોનાના કેસ મળી આવ્યા છે તેવા નિયંત્રિત વિસ્તારમાં આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે 4 ટીમ દ્વારા 183 ઘરના 860 લોકોના ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી છે.
સર્વે દરમિયાન 50 લોકોને શંકાસ્પદ લક્ષણો જણાતા હોમ કવોરેંટાઈન કરાયા
જ્યારે જિલ્લાના 378 લોકોને હોમ કવોરેંટાઈન કરાયા છે. મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 12 પોઝિટિવ દર્દીઓ પૈકી અમદાવાદના એક દર્દીનો પણ સમાવેશ થાય છે. જિલ્લાના બે પોઝીટીવ દર્દીઓને હિમતનગર સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા છે.