- આજે વિશ્વ પોસ્ટ(World Post Day) દિવસ
- સોશિયલ મીડિયા (Social media)ના યુગમાં પોસ્ટ પત્ર વ્યવહારમાં નોંધપાત્ર ધટાડો
- સોશિયલ મીડિયાથી સંદેશાવ્યવહાર ખૂબ ઝડપી અને સરળ થઈ ગયો
અરવલ્લી ઃ આજથી વીસેક વર્ષ પહેલા પોસ્ટઓફિસ અને પોસ્ટ (Post)મેન, લોકોના જીવનના અવિભાજ્ય અંગ હતા. કોઈ પ્રિયજનને જન્મદિવસની શુભકામના પાઠવવી હોય કે પરિવારજનોને લગ્ન જેવા પ્રસંગે નિમંત્રણ આપવું હોય ઘણા લોકો એવા હશે, જેમણે ફિલ્મ સ્ટારને નાનપણમાં પત્ર લખ્યો હોય. આજે આ બધું જ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી સહેલાયથી થઈ જાય છે.
સમયની સાથે ટેકનૉલૉજી બદલાઈ
સમયની સાથે ટેકનૉલૉજી બદલાઈ અને આજે દરેક નાની - મોટી વાત, સારા - ખરાબ સમાચાર બસ એક ક્લિકની રાહ જુએ છે. SMS, વૉટ્સઍપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામે આજે ટપાલ(Post)નું સ્થાન લઈ લીધું છે. જ્યાં લોકો સહેલાઈથી પોતાના સંદેશ કોઈને પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં મોકલી શકે છે સંદેશાવ્યવહાર ખૂબ ઝડપી અને સરળ થઈ ગયો છે. લોકો હવે સોશિયલ મીડિયા મારફતે સંદેશાવ્યવહાર અને માહિતીનું આદાન પ્રદાન સરળતાથી કરે છે ત્યારે પોસ્ટકાર્ડ અને આંતરદેશીય પત્રો ભુલાયા છે. પોસ્ટ(Post Day) વિભાગ આ પાડકારોનો સામનો કેવી રીતે કરી રહ્યો છે તે મોડાસાના પોસ્ટ માસ્ટર કાંતિભાઈ ચમાર પાસેથી જાણીએ.
આજે ઈમેલ અને સોશિયલ મીડિયા (Social media)ના યુગમાં પોસ્ટ (Post Day)મારફતે પત્ર વ્યવહારમાં નોંધપાત્ર ધટાડો થયો છે. જોકે હજુ પણ સરકારી કે કોર્ટના દસ્તાવેજ પોસ્ટ મારફતે જ પહોંચાડવામાં આવે આવે છે. ઋતુ ગમે તે હોય પણ પોસ્ટ મેન એમનું કામ અચૂક કરે છે. મોડાસા ગ્રામ્ય વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા બી.એસ.ખાંટ અને પોસ્ટ મેન તરીકે ફરજ બજાવતા અશોક પટેલે તેમનો અનુભવ અને સેવાઓ વિશે ઇટીવી ભારત ETV BHARAT ખાસ વાતચિત કરી.
પરિવર્તનએ સંસારનો નિયમ
પરિવર્તનએ સંસારનો નિયમ છે પરંતુ બદલાવના અનુરૂપ થઈ નવા બીબામાં પ્રતિકૂળ સંજોગોમાં પણ ઢળાઇ જઇ કેવી રીતે ટકી રહેવાય તે પોસ્ટ વિભાગ પાસેથી શીખી શકાય છે .
આ પણ વાંચોઃ TOP NEWS: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા દિલ્હીમાં આજે ગૃહપ્રધાનને મળશે, આકાશમાં આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળશે. સહિતના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં..
આ પણ વાંચોઃ NOBEL PEACE PRIZE 2021: મારિયા રેસા અને ડિમિટ્રી મુરાટોવ નોબેલ પીસ પ્રાઇઝ 2021 જીત્યો