ETV Bharat / state

શું આ ગામના લોકો NOTAનો ઉપયોગ કરશે?

મોડાસાઃ ચૂંટણી પ્રચારના પડઘમ હવે શાંત થઈ ગયા છે. મતદારો નેતાઓના પ્રચાર અને કાર્યોને મુલવી 23 તારીખે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.  મહત્ત્વનું છે કે આટલો પ્રચાર કર્યો હોવા છતાં મોડાસાના કેટલાક પછાત વિસ્તારોમાં તો આ નેતાઓ ફરક્યા જ નથી.

વિકાસથી વંચિત છે આ ગ્રામજનો
author img

By

Published : Apr 21, 2019, 10:32 PM IST

મોડાસાના રસીદા બાદ, કીડીયાનગર અને અન્ય પાંચ વસાહતોના લોકોએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે મતોની જરૂર હતી ત્યારે વાયદાઓ કર્યા હતા, તે પૂરા કર્યા તો નથી પણ નેતાઓ મોઢું બતાવવા પણ નથી આવ્યા. ચૂંટણીનો સમય છે એટલે પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ વિસ્તારના લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય જેઓ હાલ સાબરકાંઠા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેવા રાજેન્દ્રસિંહ ઠાકોરને ઘણી વાર ફોન કર્યા પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અત્રેના રહીશોએ જણાવ્યું હતું કે, 2017માં વિધાનસભાની ચૂંટણીમાં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તેમાંથી એક પણ વાયદો પૂરો કરવામાં આવ્યો નથી.

વિકાસથી વંચિત છે આ ગ્રામજનો
મોટાભાગના રહીશો પાણી વેરો તેમજ અન્ય વેરો સમયસર જમા કરે છે. તેમ છતાં તડકામાં બહેનો અને વૃદ્ધોને બેડા લઇ દુર દુર સુધી પાણી ભરવા જવું પડે છે. લોકોનું માનવું છે, નગરપાલિકાની હદમાં આ વિસ્તાર આવે છે તેમ છતાં જો ધારાસભ્યને કરેલા વાયદોઓ પુરા કરવા હોય તો તેમની ગ્રાન્ટની જોગવાઇઓ મુજબ પુરા કરી શકે છે. આ વિસ્તારના લોકોએ ના છૂટકે ઉમેદવારોને તેમના વોટના મહત્વનું ભાન કરાવવા NOTA નો ઉપયોગ કરવાનું મન બનાવ્યું છે.

Intro:વિકાસથી વંચિત લોકો કરશે nota નો ઉપયોગ

મોડાસા અરવલ્લી

ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થઈ જશે અને મતદારો નેતાઓના પ્રચાર અને કાર્યોને મુલવી 23 તારીખે ઇવીએમ નું બટન દબાવી મત આપશે જોકે મોડાસાના કેટલાક પછાત વિસ્તારોમાં તો આ નેતાઓ ફરક્યા જ નથી.

Body:મોડાસાના 5000 ની વસ્તી ધરાવતા રસીદા બાદ, કીડીયાનગર અને અન્ય પાંચ વસાહતોના લોકોએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે મતોની જરૂરત હતી ત્યારે વાયદાઓ કર્યા હતા તે પૂરા કર્યા નથી તેથી નેતાઓ મોઢું બતાવવા પણ આવ્યા નથી .

ચૂંટણીનો સમય છે એટલે પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ વિસ્તારના લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય જેઓ હાલ સાબરકાંઠા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેવા રાજેન્દ્રસિંહ ઠાકોર ને ઘણી વાર ફોન કર્યા પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી . અત્રેના રહીશોએ જણાવ્યું હતું કે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તેમાંથી એક પણ વાયદો પૂરો કરવામાં આવ્યો નથી.

મોટાભાગના રહીશો પાણી વેરો તેમજ અન્ય વેરો સમયસર જમા કરે છે તેમ છતાં તડકામાં બહેનો તેમજ વૃદ્ધોને બેડા લઇ પાણી ભરવા જવું પડે છે . લોકોનું માનવું છે નગરપાલિકાની હદમાં આ વિસ્તાર આવે છે તમે છતાં જો ધારાસભ્યને કરેલા વાયદોઓ પુરા કરવા હોય તો તેમની ગ્રાન્ટની જોગવાઇઓ મુજબ પુરા કરી શકે છે .

આ વિસ્તારના લોકોએ નાછૂટકે ઉમેદવારોને તેમના વોટના મહત્વનું ભાન કરાવવા નોટા મતનો ઉપયોગ કરવાનું મન બનાવ્યું છે.

બાઈટ સ્થાનિક

બાઈટ સ્થાનિક

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.