સાયરા ગામમાં 5 જાન્યુઆરીએ એક યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકેલી મળી આવતા ચકચાર મચ્યો હતો. ત્યારબાદ યુવતીના આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં ન બાબતે યુવતીનો મૃતદેહ ન સોંપવા મુદ્દે તંત્રને દોડતુ થયું હતું. આખરે પોલીસે ફરિયાદ તો નોંધી. પણ કાર્યવાહી વિશે પોલીસ દ્વારા કોઈ જવાબ મળી રહ્યો નથી. જેથી સ્થાનિકોમાં ફરી એકવાર રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીનું મોત ગળે ફાંસો ખાવાથી થયું છે. પરંતુ યુવતી પર દુષ્કર્મ થયો છે કે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. આમ, છેલ્લા કેટલાય દિવસથી યુવતી મોતનો કિસ્સો ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે પોલીસે આ કેસ અંગે કોઈ ફોડ પાડી રહી નથી. જેથી રોષે ભરાયેલા સ્થાનિકો યુવતીને ન્યાય અપાવવા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકેલી મળી આવ્યા બાદ આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં ન બાબતે યુવતીનો મૃતદેહ પોલીસને સોંપ્યો નહોતો. તેમજ પોલીસ મથક બહાર ધરણા કર્યા હતા. પરીણામે પોલીસે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. ત્યારબાદ યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ લઈ જવાયો હતો.