- સોનીના થેલામાંથી 11 લાખ સોનાના દાગીના સેરવી લીધા
- 217.900 મિલીગ્રામ વજન ધરાવતી સોનાની વીંટી અને બુટ્ટીઓ ગઠિયા તફડાવી ગયા
- રેમડેસીવીર ઇન્જેક્શનનું કાળા બજારીનું ચેકિંગ ચાલે છે તેમ કહીને કરી ચોરી
અરવલ્લી : અમદાવાદના ધીરજ સોની ઓર્ડરના દાગીના અપાવા માટે શનિવારના રોજ ભિલોડા આવ્યા હતા. ભિલોડા શહેરના નારસોલી ત્રણ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા, જે દરમિયાન બે ગઠિયાઓએ તેમને અટકવી રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારીનું ચેકિંગ ચાલે છે, તેમ કહીને તેમનો પાસેનો થેલો તપાસવા લાગ્યા હતા. ધીરજને તમે ક્યાંથી આવો છો? કોને ત્યાં આવ્યા છો? તેવી વાતોમાં રાખીને થેલામાં વિવિધ પેકેટમાં રહેલા રૂપિા 10.89 લાખની 217.900 મિલીગ્રામ વજન ધરાવતી સોનાની વીંટી અને બુટ્ટીઓ તફડાવી લીધી હતી. વેપારીને બેગ પરત આપીને બન્ને ગઠિયાઓ રફુચક્કર થઇ ગયા હતા. થોડીવારમાં માલુમ થતા વેપારીએ પોતાનો થેલો તપાસતા સોનાના દાગીનાના પેકેટ ગુમ થયાની જાણ થતા હોશકોશ ઉડી ગયા હતા.
આ પણ વાંચો - બારડોલીમાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું
કેમરામાં સોની વેપારીને લૂંટી લેનારા બન્ને ગઠિયાઓ રોડ પર ચાલતા દેખાય છે
આ ઘટનાની જાણ થતા ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. ભિલોડા પોલીસે તપાસ હાથ ધરીને ઘટનાસ્થળ અને અજુબાજુના વિસ્તારના CCTV ફુટેજની તપાસ કર્યા હતા. જેમાં એક કેમરામાં સોની વેપારીને લૂંટી લેનારા બન્ને ગઠિયાઓ રોડ પર ચાલતા દેખાય છે. ભિલોડા પોલીસે CCTV ફુટેજના આધરે ગઠિયાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - ભિલોડા પોલીસ પર ટોળાએ હુમલો કરનાર 36 સામે ગુનો નોંધયો