ETV Bharat / state

ચોરીના આરોપીને બહારથી આવેલા લોકો દ્વારા લોકઅપમાં જ ઢોરમાર, વીડિયો વાયરલ - theft accused was beaten

અરવલ્લીના સાઠંબામાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા પોલીસ સ્ટેશનમાં પહોંચી એક આરોપીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં આ કોઈ આરોપીને મારીને તેનો વીડિયો ઉતારવાની ઘટના પોલીસ પ્રશાસન પર પણ સવાલ ઉભા કરી રહી છે. આ વીડિયો વાયરલ થતા જ, જિલ્લા અધિક્ષકએ તાત્કાલિક ધોરણે કાર્યવાહીના આદેશ આપ્યા છે, જેમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસકર્મી પર પણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. beating theft accused,

ચોરીના આરોપીને બહારથી આવેલા લોકો પોલીસ સ્ટેશનમાં જ ઢોર માર

author img

By

Published : Aug 21, 2022, 9:20 PM IST

અરવલ્લી ગુજરાતના અરવલ્લી જિલ્લામાં એક પોલીસ સ્ટેશનની અંદર મોટર સાઇકલ ચોરીના આરોપીને માર મારવા અને હુમલો કરવા બદલ ચાર વ્યક્તિઓની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.આ ઘટનાના સંદર્ભમાં કેટલાક પોલીસ અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપ્યા હોવાની વાત પણ સામે આવી છે.

આ પણ વાંચો : વડોદરાની SSG હોસ્પિટલના તાત્કાલિક વિભાગ બહાર ખેલાયો લોહિયાળ જંગ

ચોરીના આરોપમાં ધરપકડ : પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું કે, 19 ઓગસ્ટના રોજ કથિત રૂપે એક મોટરસાયકલની ચોરી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એક ટોળું તેને સાઠંબા પોલીસ સ્ટેશને લઈ આવ્યું હતું, જ્યારે મોટાભાગના લોકો પાછા ફર્યા હતા. આ બાદ, છ લોકોએ એવું કહ્યું કે, તેઓ આરોપીને ઓળખે છે અને તેને પાણી આપવા જઈએ છીએ. છમાંથી એક દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોમાં એક વ્યક્તિ આરોપીને પાણીની ઓફર કરે છે અને પછી તેના કાન મરોડીને તેને થપ્પડ મારતો જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ ભારતીય દંડ સંહિતા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ચાર લોકો સામે સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવા અને ગેરકાયદેસર એસેમ્બલી તેમજ અન્ય ગુનાઓની કલમ મુજબ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : VIDEO મહિલાનું શરમજનક કૃત્ય, ઇશારા કરી સિક્યોરિટી ગાર્ડ સાથે કર્યું...

પોલીસ સ્ટેશનમાં જ ટોળા દ્વારા મારામારી : પોલીસે જણાવ્યું કે, 4 શખ્સો દ્વારા આરોપી પર હુમલો, પોલીસ સ્ટેશનના પ્રતિબંધિત વિસ્તારમાં વીડિયો રેકોર્ડિંગ અને ગેરસમજ ઊભી કરવા માટે ક્લિપ ફરતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, વ્યક્તિને અન્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો જ્યાં મોટર સાઇકલ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી અને ફરજ પરના અધિકારી સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને રિપોર્ટ સબમિટ થયા બાદ તેમની સામે ખાતાકીય પગલાં લેવાના પણ પોલીસ અધિક્ષક દ્વારા માહિતી આપવામાં આવી છે.

case under Indian Penal Code, Information Technology Act , Gujarat Police Act, video recording in prohibitevtid area

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.