- આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં લાખો રૂપિયાનો ગોટાળો
- પ્રિન્સિપાલ સહિત 2 લોકોના ધરપકડ
- ક્વોટર્સ છોડવાનો આપવામાં આવ્યા આદેશ
અંબાજી: આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, માં વર્ષ 2008-09 ના નાણાંકીય વર્ષના હિસાબોનું ઓડીટ કરતાં ર્ડા. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એજયુકેશન સેન્ટરના હિસાબોમાં ગંભીર પ્રકારની ઉચાપત જોવા મળી હતી. તેમજ કોલેજના હિસાબોનું સ્પે.ઓડીટ કરાવતાં કોલેજના યુ.જી.સી. તથા સરકારશ્રી તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ તથા અન્ય પ્રકારે બેંકોમાં છ બોગસ ખાતાં ખોલાવી રૂ. 2,18,56,000/-ની નાણાંકીય ઉચાપત કરી કૌભાંડ મળી આવ્યું હતું.
પ્રન્સિપાલ વિરુદ્ધ ફરીયાદ
ર્ડા. મોદનાથ મિશ્રા તત્કાલિન પ્રિન્સીપાલ, દિનેશ ઉપાધ્યાય તત્કાલિન હેડકલાર્ક તથા બી.જે.તેરમા તત્કાલિન સિનીયર કારકુનની સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેઓને નોકરી માંથી ફરજ મોકુફ કરવામાં આવ્યા હતાં. આ ત્રણેય આરોપીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ઊંઝામાં GSTને ચાર દિવસની તપાસ બાદ 144 કરોડનો ગોટાળો મળી આવ્યો
હેડ ક્વોટર ખાલી કરવા જણાવ્યું
ખાતાકીય તપાસના અંતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી દેવસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થાપક કમિટીની બેઠકમાં લીધેલ નિર્ણય મુજબ કરાયેલા આદેશથી ર્ડા. મોદનાથ મિશ્રા, દિનેશ એમ.ઉપાધ્યાય અને બી. જે.તેરમાને તેમની નોકરીમાંથી બરતરફી (ડિસમીસ) કરવામાં આવ્યાંછે અને 1 મહિનામાં હેડ ક્વોટર ખાલી કરી દેવા પણ જાણાવ્યું છે.
આ પણ વાંચો : નકલી કંપની દ્વારા આમ આદમી પાર્ટીને બે કરોડનું ચૂંટણી દાન, બે આરોપીની ધરપકડ