ETV Bharat / state

અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર દસ દિવસ સુધી બંધ રહેશે - shamdaji temple

અરવલ્લી જિલ્લામાં આવેલું સુપ્રસિદ્વ શામળાજી મંદિર 11થી 21 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી આ નિર્ણય કર્યો છે.

અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર દસ દિવસ સુધી બંધ રહેશે

author img

By

Published : Apr 11, 2021, 8:39 PM IST

  • બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે
  • ભક્તો 10 દિવસ નહિ કરી શકે દર્શન
  • કોરોનાના વધતા સંક્રમણને લીધે મંદિર ટ્રસ્ટનો નિર્ણય

અરવલ્લીઃ કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્વ શામળાજી મંદિર આગામી દસ દિવસ સુધી બંધ રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા 11થી 21 તારીખ સુધી મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ દિવસો દરમિયાન બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે. પરંતુ ભક્તો દસ દિવસ સુધી ભગવાન શામળીયાના દર્શન નહિ કરી શકે. આ અગાઉ પણ કોરોના સંક્રમણને લઇને મંદિર બંધ રાખવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર દસ દિવસ સુધી બંધ રહેશે

આ પણ વાંચોઃ વડોદરા: 31 જુલાઈ સુધી કુબેર ભંડારી મંદિર બંધ રહેશે

દર્શનાર્થીઓના રહેવા માટેની પ્રકાશયાત્રી લોજ તેમજ ભોજનાલય પણ બંધ રહેશે

નોંધનીય છે કે, શામળાજીમાં રોજ હજારો દર્શનાર્થીઓ ભગવાન શામળીયાના દર્શનાર્થે આવે છે. ગુજરાતના જુદા જુદા સ્થળો ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભકતો ભગવાનના દર્શનનો લાભ લે છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા સાવચેતીના પગલારૂપે મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિર ઉપરાંત દર્શનાર્થીઓના રહેવા માટેની પ્રકાશયાત્રી લોજ તેમજ ભોજનાલય પણ બંધ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.