અરવલ્લી : જિલ્લાના બાયડની સારસ્વત માધ્યમિક શાળાએ સ્કૂલ ફી માફ કરતા વાલીઓમાં ખુશી પ્રસરી છે. બાયડ ખાતે આવેલી સારસ્વત સ્કૂલ ગ્રાન્ટેડ છે અને આ શાળામાં મુખ્યત્વે શ્રમિક પરિવારોના બાળકો અભ્યાસ કરે છે. લોકડાઉનમાં સમય દરમિયાન આવા પરિવારોનો ધંધો રોજગાર બંધ હોવાથી બે છેડા કેવી રીતે ભેગા કરવા તે પ્રશ્ન થઇ પડ્યો હોય, ત્યારે શાળાની ફી ભરવાની ક્ષમતા તેમની પાસે ક્યાં થી હોય?. આ પરિસ્થિતિમાં તેમના બાળકોનો અભ્યાસ ન બગડે તેથી શાળા સંચાલકો દ્વારા સ્કૂલ ફી માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શાળાએ વિદ્યાર્થીઓની સમગ્ર વર્ષની ફી માફ કરી
સારસ્વત સ્કુલે ફી માફ કરતા વાલીઓમાં ખુશી
અભ્યાસ ન બગડે તેથી સ્કુલ ફી માફ કરવાનો સંચાલકોનો નિર્ણય
અંદાજે 500 જેટલા બાળકો અભ્યાસ કરે છે
ફી માફ કરતા શ્રમીક પરિવારને લાભ
બાયડની સારસ્વત સ્કૂલમાં માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિકના વર્ગો ચાલે છે. જેમાં અંદાજે 500 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અહીંની સરકારી ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ ફી, સત્ર ફી, એનરોલમેન્ટ ફી, શિક્ષણ ફી તેમજ ઉદ્યોગ ફી માફ કરવામાં આવી છે. જેનો લાભ આસપાસના શ્રમિક પરિવારને થશે.
એક બાજુ શાળાની ફી ના મુદ્દે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે દેશવ્યાપી સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ સારસ્વત હાઇસ્કુલના સંચાલકોએ ફી માફ કરીને અન્ય શાળાઓ માટે ઉદાહરણ પુરૂ પાડ્યુ છે .