- અરવલ્લીમાં વરસાદ થતાં ખેતીને જીવતદાન મળ્યું
- જિલ્લામાં 1,93,816 હેક્ટરમાં વાવેતર
- સૌથી વધુ મગફળીના વાવેતરને નુકસાન થવાનો ભય ઉભો થયો
અરવલ્લી: જિલ્લામાં બુધવારે રાત્રીથી છુટોછવાયો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ બાયડમાં અઢી ઇંચ મોડાસા અને મેઘરજમાં એક ઇંચ જ્યારે ભિલોડા, માલપુર અને ધનસુરામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદ થવાથી મૂરઝાયેલી ખેતીને જીવતદાન મળ્યું છે. જેથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. અપૂરતા વરસાદના પગલે સૌથી વધુ મગફળીના વાવેતરને નુકસાન થવાનો ભય ઉભો થયો હતો. જિલ્લામાં 1,93,816 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
ચાલુ વર્ષે છેલ્લા 30 વર્ષ કરતાં ઓછો વરસાદ
ચાલુ વર્ષે છેલ્લા 30 વર્ષ કરતાં ઓછો વરસાદ થયો છે. સપ્ટેમ્બર માસ સુધીમાં સરેરાશ ૩૫ ઇંચ જેટલો વરસાદ થતો હતો. આ વર્ષે સરેરાશ ફક્ત 13 ઇંચ જેટલો વરસાદ થયો છે. ત્રણ દિવસના વરસાદથી ખેતીને જીવતદાન મળ્યું છે પરંતુ જિલ્લામાં સુકાયેલી નદી, નાળાંઓમાં નવા નીર આવ્યા નથી, તેમજ જળાશયોમાં પાણી ખાલી છે.