અરવલ્લી : રાજ્યમાં ક્રાઈમના કેસ દિવસેને દિવસે વધતા જાય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના પોશ વિસ્તારમાં આવેલી ઇલેક્ટ્રોનિક્સની (Aravalli Crime Case) દુકાનમાં ધોળે દહાડે બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી હતી. જોકે પોલીસે આ અંગે ત્વરીત હરકતમાં આવી જુદી જુદી (Robbery Case in Modasa) ટીમો કામે લગાડી હતી. જેને લઈને ગણતરીની કલાકો લૂંટારૂઓને જેલને હવાલે કરતા દુકાનદારો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો : ધોળા દિવસે અરવલ્લીમાં લૂંટારાઓનો આતંક...
શું હતો બનાવ - અરવલ્લીના મોડાસાના માલપુર રોડ આવેલી ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં (Robbery case in Aravalli) સોમવારના રોજ ત્રણ બુકાનીધારીઓ લૂંટના ઇરાદે ત્રાટક્યા હતા. જેમાંથી એક બુકાનીધારીએ દુકાન માલિક સામે બંદૂક તાકી નાણાંની માંગણી કરી હતી. જોકે દુકાનદારે લૂંટારાઓનો (Modasa Electronics Shop Robbery) પ્રતિકાર કરતા મામલો બિચક્યો હતો. જેને લઈને દુકાનદાર અને લૂંટારા વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં દુકાનદારને માથાના ભાગે હથોડી મારી લૂંટારૂઓ નાસી છુટયા હતા.
આ પણ વાંચો : Robbery Case in Vadodara : ઘર આગણે લૂંટફાટ મચાવી બે ગઠીયા ફરાર
લૂંટ કરવાનો પ્લાન કેવી રીતે - આ ઘટના બાદ પોલીસ ત્વરીત હરકતમાં આવી હતી. ઘટના સ્થળેથી જીણવટ ભરી માહિતી એકઠી કરી જુદી જુદી પોલીસ ટીમો કામે લગાડતા ગણતરીના કલાકોમાં જ ત્રણ લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓએ (Robbery on Malpur Road in Modasa) લૂંટના પ્રયાસને અંજામ આપવા માટે એર ગનનો ઉપયોગ કર્યો હતો. તેમજ બાઈક કોઈ સંબંધી પાસેથી લીધી હતી. લૂંટ કરવાનું ટીવી સીરીયલ જોઈ ત્રણે નક્કી કર્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી બે એરગન અને બે બાઈક તેમજ મોબાઇલ ફોન જપ્ત કરેલા છે.