અરવલ્લીઃ જિલ્લામાં બુધવારના રોજ બાયડ તાલુકાના ચોઈલા ગામની એક 55 વર્ષિય મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લાનો આંક 79 પર પહોંચ્યો હતો. જ્યારે અરવલ્લી જિલ્લામાં પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી 22 દર્દીઓનો ફરીથી રિપોર્ટ કરાવતાં નેગેટીવ આવ્યો હતો. જેના પગલે 22 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આ પ્રથમ કેસ છે. બાયડના ચોઇલા ગામના મુખીયાજી પરિવારની 55 વર્ષીય મહિલાને કોરોનાગ્રસ્ત થયા છે. આ મહિલા ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
ગત 3 મેના રોજ મહિલા અમદાવાદથી ચોઇલા આવી હતી. ત્યારબાદમાં બાયડ ખાતે આવેલ કોટીયર્ક સોસાયટીમાં સંબંધીને ત્યાં આવી હતી. તેનો રીપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો.
જિલ્લામાં આજ સુધી કુલ 79 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાયડ તાલુકામાં 08, ભિલોડા તાલુકામાં 13, મેઘરજ તાલુકામાં 09, મોડાસા શહેરમાં 24, મોડાસા ગ્રામ્ય 17, ધનસુરા તાલુકા 08 સહિત કુલ 79 પોઝિટિવ કેસો નોંધાયા છે.