- ગેપ સંસ્થાની કામગીરીને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને બીરદાવી
- 78 આરોગ્ય શિબિરોમાં, 3116 કામદારોનું એચ.આય.વી પરીક્ષણ કરવામાં આવ્યું
- આ પરીક્ષણથી 11 એચ.આઇ.વી પોઝિટિવ નોંધાયા
મોડાસાઃ અરવલ્લી સ્થિત ગુજરાત એઇડ્સ અવરનેશ એન્ડ પ્રિવેનશન(ગેપ) ઉત્તર ગુજરાત યુનિટ દ્રારા છેલ્લા આઠ માસ દરમિયાન અસંગઠીત ક્ષેત્રોમાં કામ કરતા મજૂરોમાં એચ.આઇ.વી અંગેની તપાસ તેમજ કોવીડ- 19 ફેલાવા અટકાવવા નોંધપાત્ર કામગીરી કરી હતી. જે બદલ સંયુક્ત રાષ્ટ્રોની આંતરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO)એ “બેસ્ટ પ્રેકટીસીઝ -2020” તરીકે ગેપ સંસ્થાની કામગીરીની નોંધ લીધી છે. જેમાં જણાવ્યું છે કે ગેપ સંસ્થા દ્રારા ઓગસ્ટ અને ઓક્ટોબર 2020 દરમ્યાન, પરિકલ્પના કરવામાં આવેલા 7500ના લક્ષ્યાંક સામે કુલ 8054 કામદારોની તપાસ કરવામાં આવી હતી, જેમાં (6363 પુરુષો અને 1691 સ્ત્રીઓ)ની તપાસ કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના બાંધકામ, ઉત્પાદન ક્ષેત્ર, પરિવહન, કેટરિંગ અને અન્ય દૈનિક વેતન મેળવનારા અંગઠીત કામદારો હતા. 78 આરોગ્ય શિબિરોમાં, 3116 કામદારોનું એચ.આય.વી પરીક્ષણ કરવામાં આવ્યુ હતું, જેમાથી 11 એચ.આઇ.વી પોઝિટિવ નોંધાયા હતા.
કોવીડ-19ને અનુલક્ષીને કામગીરી
આ ઉપરાંત કોવીડ-19ના સમયને ધ્યાનમાં રાખીને 5000થી વધુ કામદારોને માસ્ક અને 3000થી વધુ લોકોને ઇમ્યુન બૂસ્ટર હોમિયોપેથીક દવા આપવામાં આવી હતી.
![ઉત્તર ગુજરાતમાં કાર્યરત ગેપ સંસ્થાની કામગીરીને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને બિરદાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-gap-ilo-avb-gj10013_14122020155003_1412f_01981_814.jpg)
જિલ્લામાં હાલ અંદાજીત 200 વ્યક્તિઓ એચ.આઇ.વી પોઝિટિવ છે. જેમાં 40 બાળકો પણ છે. આ દર્દીઓને ગુજરાત એઇડ્સ અવરનેશ એન્ડ પ્રિવેનશન યુનિટ (ગેપ) દ્રારા માર્ગદર્શન તેમજ સહાય પુરી પાડવામાં આવે છે. વર્ષ દરમ્યાન સંસ્થા દ્રારા 332 ફીમેલ સેક્સ વર્કર તેમજ 235 એમ.એસ.એમ વ્યક્તિઓને તેમના મુવમેંટના લોકેશન પર જઇ આઇડેનટીફાઇ કરી તેમનું યોગ્ય કાઉનસીલીંગ કરી સાવચેતી અંગેની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત શ્રમીક વસાહતોમાં જઇ લોકોના એચ.આઇ.વી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.