ETV Bharat / state

અરવલ્લીના ગોપાલકોએ અનોખી રીતે કરી નવા વર્ષની ઉજવણી - પશુઓને ભડકાવવા

નવા વર્ષની ઉજવણીના રિવાજ દરેક પ્રાંતમાં ભિન્ન હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના રામપુર ગામના ગોપાલકોએ અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી. જેની પાછળ લોકોની અલગ માન્યતા રહેલી છે.

Aravalli
Aravalli
author img

By

Published : Nov 16, 2020, 7:59 PM IST

  • અરવલ્લીના રામપુર ગામના ગોપાલકો દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી
  • ભગવાનની આરતી કર્યા બાદ ગામના પશુઓને મંદિર આગળ એકઠા કરવામાં આવે છે
  • ગામના સૌ નગરજનો દ્વારા પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડી પશુઓને ભડકાવવામાં આવે છે

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામના ગૌપાલકો દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. બેસતા વર્ષની વહેલી સવારે ગામના પાદરે આવેલા કૃષ્ણ ભગવાનના મંદિરે આબાલવૃદ્ધ સૌ એકઠા થયા હતા. ભગવાનની આરતી કર્યા બાદ ગામના પશુઓને મંદિર આગળ એકઠા કરવામાં આવ્યા હતા. ગામના સૌ નગરજનો દ્વારા પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડી પશુઓને ભડકાવવામાં આવ્યા હતા.

અરવલ્લીના ગોપાલકોએ અનોખી રીતે કરી નવા વર્ષની ઉજવણી

વર્ષોથી ચાલી આવે છે પરંપરા

આ પરંપરા વર્ષોથી ચાલે છે. ફટાકડા ફોડી ભડકાવવા છતાં આજના દિવસે પશુઓ વિચલીત થઇ કોઈને પણ ઇજા કે નુકશાન પહોંચાડતા નથી. ગામ લોકોનું માનવુ છે કે વર્ષના શરૂઆતમાં આ પ્રકારે પશુઓને ભડકાવવાથી પશુઓમાં કોઈપણ રોગચાળો કે મહામારી આવતી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.