ETV Bharat / state

મોડાસાના તબીબ પર ખેડૂતને આત્મહત્યા કરવા મજબૂર કર્યાનો આક્ષેપ

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના સજાપુરમાં જગદીશ પટેલ નામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ ખેડૂત મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 1, 2019, 8:58 PM IST

સમગ્ર બનાવની વિગત અનુસાર, મોડાસાના એક તબીબે બે-ત્રણ વર્ષ અગાઉ ખેડૂત જગદીશ પટેલને સાક્ષી રાખી એક જમીન માલિક પાસેથી 60 વીઘા જમીનનો એક કરોડ પાંચ લાખમાં સોદો કર્યો હતો. આ સોદો કરાવવામાં જગદીશ પટેલનો મિત્ર દલાલ હતો. જે તે વખતે આ જમીનનો સોદાના બાના પેટે તબીબે 12,50,000 રૂપિયા જમીન માલિકને આપ્યા હતા. જેમાંથી દલાલે 2,50,000 રૂપિયા દલાલી પેટે લીધા હતા. જેની સામે એક માસની અંદર જમીનનો દસ્તાવેજ કરી તબીબના નામે કરાવી આપવાની શરત હતી.

આત્મહત્યા કરવા મજબૂર કર્યાનો આક્ષેપ
જો કે, બે-ત્રણ વર્ષનો સમય વિતવા આવ્યો છતાં જમીન માલિકે તબીબના નામે જમીન ન કરતા તબીબે ખેડૂત જગદીશ પટેલને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તબીબે ખેડૂત જગદીશ પટેલને દબાણ કર્યું કે, જમીનની ખરીદી વખતે તમે સાક્ષી હતા તેથી તમે તમારી બે વીઘા જમીન મારા નામ પર કરી આપો.ખેડૂતને આ આઘાત સહન ન થતા તેણે સ્યુસાઇડ નોટ લખીને ઝેરી દવા પીધી હતી. ખેડૂતને બેભાન અવસ્થામાં સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તે હાલ સારવાર હેઠળ છે.

Intro:મોડાસાના તબીબ પર ખેડૂત ને આત્મહત્યા કરવા મજબૂર કર્યાનો આક્ષેપ

મોડાસા અરવલ્લી

મોડાસાના સજાપુરમાં જગદીશ પટેલ નામના ખેડૂતે જેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.હાલ આ ખેડૂત મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત નાજુક છે.

Body:સમગ્ર બનાવની વિગત મળતી માહિતી અનુસાર એવી છે કે મોડાસાના એક તબીબે બે-ત્રણ વર્ષ અગાઉ ખેડૂત જગદીશ પટેલને સાક્ષી રાખી એક જમીન માલિક પાસેથી ૬૦ વીઘા જમીનનો એક કરોડ પાંચ લાખ માં સોદો કર્યો હતો . આ સોદો કરાવવામાં જગદીશ પટેલ નો મિત્ર દલાલ હતો જે તે વખતે આ જમીનનો સોદાના બાના પેટે તબીબે સાડા બાર લાખ રૂપિયા જમીન માલિકને આપ્યા હતા . જેમાંથી દલાલે અઢી લાખ રૂપિયા દલાલી પેટે લીધા હતા . જેની સામે એક માસની અંદર જમીનનો દસ્તાવેજ કરી તબીબના નામે કરાવી આપવાની શરત હતી .

જો કે બેથી ત્રણ વર્ષનો સમય વિતવા આવ્યો છતાં જમીન માલિકે તબીબના નામે જમીન ન કરતા તબીબે ખેડૂત જગદીશ પટેલને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું . તબીબે ખેડૂત જગદીશ પટેલને દબાણ કર્યું કે જમીનની ખરીદી વખતે તમે સાક્ષી હતા તેથી રૂપિયા સાડા બાર લાખ ના અવાજમાં તમે તમારી બે વીઘા જમીન મારા નામ પર કરી આપો .

ખેડૂતને આ આઘાત સહન ન થતા સ્યુસાઇડ નોટ લખીને જેરી દવા પીધી હતી . ખેડૂતને બેભાન અવસ્થામાં સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.

બાઈટ એસ એફ ચાવડા રૂરલ પોલીસ સ્ટેશન

બાઈટ પીડિત ની બહેન

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.