- અરવલ્લીમાં વાત્રક કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત
- હોસ્પિટલના સ્ટાફે મહિલાનો મૃતદેહ બદલી નાખ્યો હોવાનો પરિવારનો આક્ષેપ
- અંતિમવિધિ કરવા જતા સમયે મૃતદેહ બીજી મહિલાનો હોવાનું જણાયું હતું
બાયડ (અરવલ્લી): બાયડ તાલુકાના ડેમાઈ ગામના હંસાબેન ઉમિયાશંકર પિત્રોડા બુધવારે વાત્રક કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર અર્થે દાખલ થયા હતા. ગરૂવારે મોડી રાત્રે તેમનું મૃત્યુ થતા હોસ્પિટલ સ્ટાફે મહિલાના પરિવારજનોને મૃત દેહ સોંપ્યો હતો. જોકે, અંતિમ સંસ્કાર કરવા જઈ રહેલા પરિવારજનોને મૃતદેહ અન્ય મહિલાનો હોવાનું માલુમ પડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેનશન સેન્ટરમાં 900 બેડના કોવિડ સેન્ટરની તૈયારીઓ શરૂ
કોવિડ હોસ્પિટલના સત્તાધીશો રહસ્યમય ચૂપકીદી સેવી રહ્યા છે
પરિવારજનોએ હોસ્પિટલ સત્તાવાળાઓને આ અંગે જાણ કરી હંસાબેનનો મૃતદેહ સોંપવાની માગણી કરી હતી. પરંતુ કોવિડ હોસ્પિટલના સત્તાધીશો રહસ્યમય ચૂપકીદી સેવી રહ્યા છે તેવું પરિવારજનોનું કહેવું છે. પરિવારજનો છેલ્લા 12 કલાકથી હંસાબેનના મૃતદેહની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ કોરોનાને કારણે થયેલા મોતના સરકારી આંકડા અને સ્મશાનમાં અંતિમવિધિ થયેલા મૃતદેહોની સંખ્યા વચ્ચે તફાવત કેમ?
પરિજનો દ્વારા મૃતદેહ ઓળખવામાં ભૂલ કરી હોય એવું લેખિતમાં માફી મંગાવતા હોવાનો આક્ષેપપરિવારજનોએ આ મામાલે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો, હજુ પણ આ મામલે રહસ્ય ઘુંટાતું જાય છે કે આખરે મહિલાનો મૃતદેહ ગયો ક્યાં અને શા માટે સ્ટાફે મૃતદેહ બદલી નાખ્યો? તો બીજી તરફ પરિવારજનો જણાવી રહ્યા છે કે, હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા હવે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે મૃતદેહ ઓળખવામાં ભૂલ તેમણે કરી હતી તેવુ લેખિતમાં આપવામાં આવે.