અરવલ્લી: ચોમાસા પૂર્વે અને ચોમાસાના સમયગાળા દરમિયાન મેલેરિયાના અટકાયતી પગલા અને તકેદારી રાખવા જનજાગૃતિ ઝૂંબેશ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર પણ વર્ષ 2022 સુધી મેલેરિયામુક્ત કરવાના ઉદેશ્ય સાથે કામગીરી સઘન બનાવી છે.
![અરવલ્લીમાં મેલેરીયા હાઇરિસ્ક ધરાવતા 12 ગામોમાં દવાનો છંટકાવ કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07:22:26:1598449946_gj-arl-03-malaria-spray-photo1-gj10013jpeg_26082020185021_2608f_1598448021_209.jpeg)
અરવલ્લી જિલ્લામાં અગાઉના વર્ષોમાં જયાં મેલેરિયાના કેસ મળી આવતા હતા, તેવા વિસ્તારોની ઓળખ કરી દવા છંટકાવ કરવાની કામગીરી પૂર્ણ કરી છે. વર્તમાન ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લામાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય એના આગોતરા આયોજન મુજબ જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને ધનસુરા તાલુકાના 10 આરોગ્ય કેન્દ્રમાં આવતા 12 ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં 2,225 ઘરોના 11,073 લોકોને આવરી લેવામાં આવ્યા છે.
![અરવલ્લીમાં મેલેરીયા હાઇરિસ્ક ધરાવતા 12 ગામોમાં દવાનો છંટકાવ કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07:22:24:1598449944_gj-arl-03-malaria-spray-photo1-gj10013jpeg_26082020185021_2608f_1598448021_197.jpeg)
આ ઉપરાંત આ સમયગાળામાં ફિવર સર્વે કામગીરી શરૂ કરી, ભંગાર એકત્ર થતા સ્થળ, ટાયર પંચરની દુકાન સહિત મચ્છર ઉત્પતિના સ્થાન છે, તેવા વિસ્તારોની ઓળખ કરી ટેમીફોસ અને BTI દ્વારા આ ઉત્પતિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને અનુલક્ષી સોશ્યિલ ડિસ્ટન્ટ સાથે સઘન સર્વેલન્સ અને લોકજાગૃતિ લાવવા નિદર્શન તેમજ જયાં પાણીના કાયમી સ્ત્રોત છે તેવી જગ્યાએ પોરાભક્ષક ગપ્પી ફિશ મૂકવાની કામગીરી પૂર્ણ કરાઇ છે.
![અરવલ્લીમાં મેલેરીયા હાઇરિસ્ક ધરાવતા 12 ગામોમાં દવાનો છંટકાવ કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07:22:24:1598449944_gj-arl-03-malaria-spray-photo1-gj10013jpeg_26082020185021_2608f_1598448021_169.jpeg)