- વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા કેમેરા પોલીસને મદદરૂપ
- કેમેરાના ઉપયોગ દ્વારા પોલીસ ગુનાખોરીમાં મેળવી રહી છે અંકુશ
- કેમેરાના માધ્યમથી 30 લાખનો દંડ વસૂલાયો
અરવલ્લીઃ સરકારના નેત્રમ પ્રોજેક્ટ અંતગર્ત અરવલ્લીમાં ગત 8 માસથી ઇન્સટોલ કરવામાં આવેલા કેમેરા પોલીસ વિભાગના ઇન્વેશટીગેશનના કાર્યમાં ખૂબ ઉપયોગી નિવડી રહ્યા છે. આ કેમેરા લગાવ્યા પછી પોલીસને ચોરી, હીટ એન્ડ રન તેમજ અપહરણ જેવા ગુના ઉકેલવામાં મદદ મળી છે.
કેમેરામાં થયેલા રેકોર્ડિંગની મદદથી પોલીસને ગુના ઉકલેવામાં સફળતા મળી
અરવલ્લી જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા કેમેરા જિલ્લા પોલીસને ઘણાં જ મદદરૂપ સાબિત થઇ રહ્યા છે. નગરમાં ઇન્સટોલ કરવામાં આવેલા પોલીસના ત્રીજા નેત્રથી લૂંટ, અપહરણ તેમજ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનારા આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આ કેમરામાં થયેલ રેકોર્ડિંગની મદદથી પોલીસને મોડાસા શહેરના શામળાજી રોડ પર બનેલી લૂંટ-ફાટની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી, તો બીજી બાજુ દેવરાજ ચોકડી નજીક અપહરણની ઘટનાનો કેસ ઉકેલવામાં પણ મદદ મળી છે.
જિલ્લામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો પાસેથી 30 લાખનો દંડ વસૂલાયો
મોડાસા શહેરના વિવિધ 15 જંક્શન પર 135 કેમેરા લગાવવામાં આવ્યા છે. આ તમામ કેમેરા જિલ્લા પોલીસ વડા કચેરીના નેત્રમ કંટ્રોલ રૂમ થકી ઓપરેટ કરવામાં છે અને તેમાં કામ કરતા 30 કર્મચારીઓ રાત-દિવસ બાજ નજર રાખી ગુનેગારોને પકડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે જ ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધીમાં જિલ્લામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો પાસેથી 30 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત દંડ નહીં ભરનારા લોકોના વાહનો ડિટેઇન કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.