ETV Bharat / state

11 June થી ખૂલશે ભગવાનના દ્વાર - શામળાજી મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન - Shamlaji temple news

અરવલ્લીમાં કોરોના સંક્રમણના કેસ વધતા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્વ શામળાજી મંદિર ( Shamlaji temple )ને 11 એપ્રિલથી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ( Vishnu Temple Trust ) દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ કોરોના સંક્રમણમાં ઘટાડો થતા, રાજ્ય સરકારે ધાર્મિક સ્થાનો ખોલવાની પરવાનગી આપી છે. જે અંતર્ગત 11 જૂનથી સરકારી ગાઇડલાઇન મુજબ શામળાજી મંદિર ( Shamlaji temple ) દર્શાનાર્થીઓ માટે પુન: ખૂલ્લુ મૂકવામાં આવશે.

શામળાજી મંદિર
શામળાજી મંદિર
author img

By

Published : Jun 10, 2021, 4:27 PM IST

Updated : Jun 10, 2021, 7:20 PM IST

  • સરકારી ગાઇડલાઇન મુજબ શામળાજી મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખૂલશે
  • કોરોનાનો કહેર વધતા 11 એપ્રિલના રોજથી દર્શાનાર્થીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો
  • શામળાજી મંદિરમાં પ્રવેશ માટે કોરોના ગાઇડલાઇનનું પાલન ફરજિયાત

અરવલ્લી : કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે બે માસ પૂર્વે 11 એપ્રિલના રોજ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્વ શામળાજી મંદિર ( Shamlaji temple )ને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યા હતો. રામ નવમીના દિવસે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે. જે અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો હોવાથી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ( Vishnu Temple Trust ) દ્વારા સરકારની જાહેરાત ન થાય, ત્યાં સુધી શામળાજી મંદિર ( Shamlaji temple ) બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન મંદિરમાં બંધ બારણે ભગવાની પૂજા કરવામાં આવતી હતી, પરંતુ મંદિરમાં દર્શાનાર્થીના પ્રવેશ પર પ્રતિબંધ હતો. હવે જ્યારે સરકારે ધાર્મિક સ્થાનો ખોલવાની પરવાનગી આપી છે, ત્યારે 11 જૂનના રોજથી દર્શાનાથીઓ માટે મંદિર પુન: ખૂલ્લુ મૂકવામાં આવશે.

11 જૂનથી ખૂલશે ભગવાનના દ્વાર - શામળાજી મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

શામળાજી મંદિરમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે અપાશે પ્રવેશ

શામળાજી મંદિરના વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ( Vishnu Temple Trust )ના મેનેજર કનુ પટેલના જણાવ્યા અનુસાર શામળાજી મંદિર ( Shamlaji temple )માં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. તમામ દર્શાનાર્થીઓને સેનિટાઇઝિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં દર્શન કરવા માટે પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો -

Last Updated : Jun 10, 2021, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.