મોડાસા- અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા ગામ પાસે રાત્રીના ૧૨ વાગ્યાના સુમારે એકાએક બસ પલ્ટી ખાતા 20 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા તેમજ માલપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં (Students Accident) આવ્યા હતા.
100 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ, માલપુરના સાતરડા નજીક રાત્રીના સમય દરમિયાન અમદાવાદના ખાનગી ટ્યુશનના (private tuition) ધો-11 અને 12 ના 100 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા, તે સમયે એક રીક્ષા વચ્ચે આવતા બસ ચાલકે વાહન પરનો કાબુ ગુમવ્યો, અને બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીઓ મહીસાગરના કલેશ્વરીથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા. હાલ સારવાર લઇ રહેલ તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યુ છે.
આ પણ વાંચો:
Accident on Visnagar Unjha Highway : ડમ્પર અને બાઇક વચ્ચે ટક્કર થતાં 3ના મૃત્યુ
બાડમેરમાં રોડ અકસ્માતઃ બસ અને ટેન્કર વચ્ચે ટક્કર, બસમાં સવાર 11 લોકોના મોત