અરવલ્લી: જિલ્લા SOG પોલીસે બાતમીના આધારે મેઘરજના કાલીયાકુવા ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાઈક પર પસાર થનારા 3 શખ્સને પોલીસે અટકાવ્યા હતા, પરંતુ આ શખ્સોએ પોલીસને જોઈને ફરાર થવાના ફિરાકમાં હતાં. જેથી પોલીસે તેનો પીછો કરી તમામને દબોચી લીધા હતા. ત્યારાબાદ પોલીસે તેની તપાસ કરતાં આ શખ્સો પાસેથી દેશી બંદૂક મળી આવી હતી. જેથી પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે રાજસ્થાનના રહેવાસી અર્જુન ડામોર, સોમા ડામોર, પર્વત ઉર્ફે ઘટુસિંગ ડામોરની ધરપકડ કરી, દેશી બંદૂક અને બાઈક મળી કુલ રૂપિયા 35,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.