ETV Bharat / state

શસ્ત્રપૂજનના દિવસે શસ્ત્રનો ઉપયોગ થયો, હવામાં ભડાકા કરી વીડિયો બનાવ્યો - Aravalli district Jilla panchayat President

શસ્ત્રપૂજન કરવાની પરંપરા વચ્ચે શસ્ત્ર વાપરી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભિલોડા જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્ર એ ફાયરિંગ (viral video firing Bhiloda) કર્યું હતું. હવામાં ફાયરિંગ કર્યું હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલો થયો છે. જેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.

શસ્ત્રપૂજનના દિવસે શસ્ત્રનો ઉપયોગ થયો, હવામાં ભડાકા કરી વીડિયો બનાવ્યો
શસ્ત્રપૂજનના દિવસે શસ્ત્રનો ઉપયોગ થયો, હવામાં ભડાકા કરી વીડિયો બનાવ્યો
author img

By

Published : Oct 5, 2022, 5:13 PM IST

ભિલોડા-અરવલ્લીઃ વિજયાદશમી પર અસત્ય પર સત્યના વિજયના દિવસે શસ્ત્ર પૂજન (Social Media viral firing video) કરવાની પરંપરા છે. કેટલાક લોકો તહેવારની આડમાં શસ્ત્ર થકી શક્તિ પ્રદર્શન પણ કરી નાખતા હોય છે. આવું જ કઇંક બન્યુ હતું ભિલોડામાં. જ્યાં જિલ્લા પંચાયતના પ્રમખ લાલસિંહ ચૌહાણના પુત્રનો બુધવારે હવા ફાયરીંગ કરતો સોશીયલ મિડીયામાં વાયરલ થતા ચકચાર મચી હતી. દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. બુધવારે અરવલ્લીના ભિલોડામાં (Firing Case Aravalli district) રહેતા જિલ્લા પંચાયતના પ્રમખ લાલસિંહ ચૌહાણના પુત્ર વીરભદ્રસિંહએ પિસ્તોલથી હવા ભડાકા કર્યા હતા.

શસ્ત્રપૂજનના દિવસે શસ્ત્રનો ઉપયોગ થયો, હવામાં ભડાકા કરી વીડિયો બનાવ્યો

જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હવામાં ફાયરીંગ કરતો વીડિયો વાયુ વેગે ફોરવર્ડ થતા સોશીયલ મિડીયામાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખના દિકરા એ પોતાની કરતૂતને જાતે જ સોશીયલ મીડિયામાં અપલોડ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો લોકોમાં પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે કે શું કોઇ સામાન્ય વ્યક્તિ એ આ રીતે ફાયરીંગ કર્યુ હતું તો પોલીસે કાર્યવાહી ન કરી હોત? શું પોલીસ કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પ્રમુખ પુત્ર પર કાર્યવાહી કરાશે ? જોકે વિડીયો વાયરલ છે અને ઇ.ટી.વી ભારત વાયરલ વિડીયો ની પુષ્ટી કરતુ નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.