અરવલ્લી: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા ગુરૂદત્તાત્રેય ટેકરી મંદિરમાં ગુરૂવારે રાત્રીના સમયે 5 બુકાનધારીઓએ ધાડ પાડી હતી. ચોરી કરવા આવેલા ચોરોએ મંદિરના મહંતને માથામાં ધોકાનો ફટકો ઝીંકી રૂમમાં પૂરી દીધા હતા. 7 કલાકમાં મંદિરમાંથી 55 હજાર રોકડા અને ભગવાનના દાગીના મળી અંદાજે 1.50 લાખના મુદ્દામાલની લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
દર્શનાર્થીએ મહંતને રૂમમાંથી છોડાવીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટના બનવાથી મંદિરોના મહંતોએ શામળાજીના તમામ મંદિરમાં પોલીસ સુરક્ષા પૂરી પાડવા માગ કરી છે.