ધનસુરાઃ અરવલ્લી જિલ્લાના ધનસુરા નગરમાં પોલીસે બાતમીના આધારે ઠાકોરવાસમાં રહેતાં એક બૂટલેગરના રહેણાંકના મકાનમાં છાપો માર્યો હતો. બૂટલેગર સિદ્ધરાજસિંહ નટુભાઈ ખાંટ પાસેથી બે બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે બૂટલેગરને ઢોર માર મારતાં પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે.
ધનસુરા પોલીસે બૂટલેગર યુવકને ઢોર માર મારતાં અનેક તર્કવિતર્ક - Arvalli
દારુબંધીવાળા ગાંધીના ગુજરાતમાં દારુનો વેપલો એવો ફૂલ્યોફાલ્યો છે કે રાજ્યના નાનાનાના કસબાઓ સુધી જીવનને હણી લેતું આ દૂષણ સમાજજીવનની ઘોરી નસમાં વ્યાપી વળ્યું છે. દારુના ધંધો કરનાર બૂટલેગર અને તેઓને પકડનાર રાજ્યનું પોલીસતંત્ર તાણાવાણાંની જેમ ગૂંથાયેલાં છે. ત્યારે પોલીસ કોઇ બૂટલેગરને માર મારી અધમૂઓ કરે તો અસંખ્ય સવાલો ખડાં થઈ જતાં હોય છે. અરવલ્લીમાં આવું બનતાં અનેક તર્કવિતર્ક ઊઠી રહ્યાં છે.
ધનસુરા પોલીસે બૂટલેગર યુવકને ઢોર માર મારતાં અનેક તર્કવિતર્ક