મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા તાલુકાના ઘઢી ગામના લોકો છકડો રિક્ષામાં દેવદિવાળી પર્વ નિમિત્તે શામળાજી મંદિરમાં દર્શન કરી પરત વતન ફરી રહ્યા હતાં. તે દરમિયાન નેશનલ.હાઇવે .નં-૮ પર દાવલી પાટિયા નજીક હિંમતનગર તરફથી આવતાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં રિક્ષામાં સવાર એક મહિલા, પુરુષ અને બે બાળકોનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. તેમજ અન્ય ૩ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.
અકસ્માતના પગલે નેશનલ હાઇવે નં-8 પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.