અરવલ્લી રાજ્યમાં ચૂંટણીનો રંગ (Gujarat Assembly Election 2022) બરાબરનો જામ્યો છે. ત્યારે ચૂંટણી વિભાગ લોકોને મતદાન માટે જાગૃત કરવા કમર કસી રહ્યું છે. તેવામાં અરવલ્લીમાં ચૂંટણી વિભાગે (Arvalli District Election Department) સેલ્ફી વિથ ઈલેક્શન બૂથ અભિયાન શરૂ કર્યું છે, જેમાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે.
સેલ્ફી બુથ દ્વારા ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું જિલ્લાનાં વિવિધ સ્થળોએ લોકોને મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી હતી. જિલ્લામાં અનેકવિધ રીતે નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી પરિચીત કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે. જિલ્લાના વિવિધ સ્થળો પર સેલ્ફી બૂથ મૂકી મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો (Voting awareness campaign) યોજાયા હતા.
મતદાન દરેકનો અધિકાર સેલ્ફી બૂથ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ (Arvalli District Election Department) વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર (Arvalli District Election Department) દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.
મતદાન જાગૃતિ અંતર્ગતના બેનર લગાવવામાં આવ્યા જિલ્લાના વિવિધ જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ અંતર્ગતના (Voting awareness campaign) બેનર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 1,65,000 સંકલ્પ પત્ર મતદારો સુધી પહોંચાડીને નૈતિક મતદાન માટેની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી છે. તો મોડાસામાં 35,000, બાયડમાં 35,000, મેઘરજમાં 30,000, ભિલોડામાં 35,000, માલપુરમાં 15,000, ધનસુરામાં 15,000 સંકલ્પ પત્ર વહેચવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં BAG એટલે બૂથ અવરનેસ ગૃપની (Booth Awareness Group) મીટિંગ યોજવામાં આવશે અને દરેક બૂથ પર નૈતિક અને ચોક્કસ મતદાન સુનિશ્ચિત કરવામાં આવશે.