ઉનાળાની ગરમીમાં લોકો ઘરના ધાભા પર સુતા હોય ત્યારે તસ્કરોને જાણે મોકળુ મેદાન મળી ગયુ હોય. તસ્કરો કોઈના ડર વગર ઘરના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરોએ ઘરમાં પ્રવેશીને તિજોરીમાં રહેલો સામાન વેરવિખેર કરી તિજોરીની અંદર રાખેલ ઘરેણાં અને રોકડ રકમ મળીને લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
હનુમાન મંદિર સામે પટેલ શિવુભાઈ જેઠાભાઇ પરિવાર ઘરની બહાર સુતા હતા. ત્યારે ચોર મકાનના પાછળના ભાગે દરવાજો તોડી પ્રવેશ કરી તિજોરી માથી રોકડ રૂપિયાની ચોરીને ઘરનો સમાન વેરવિખેર કરી લૂંટ ચલાવી હતી. જ્યારે ઇપ્રોલીયા સિકંદરભાઈ ઐયુબ ભાઈના ઘરમાં 70000 રોકડા, પોસ્ટના ચાર સર્ટી, સોનાની વીંટી, ચુની, છડા અને ઘાંચી મુસ્તુફાભાઈ યુસુફભાઈના ઘરમાંથી 12000 રૂપિયા રોકડાં સોનાની બે બુટ્ટી, ચાંદીની લગડી, ચાર જોડ છડા, ચુની 5 નંગ તથા આદમ કાદરભાઈ ઇબ્રાઇભાઈ ઘરમાં પ્રવેશી 67 હજાર રોકડ સહીત સોના-ચાંદીના દાગીના મળી અંદાજે 1 લાખ રૂપિયાની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. મોડાસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.