- દુકાનદારો અને રાહદારીઓમાં માસ્ક વિતરણ કરાયું
- માસ્ક વિનાના લોકોને માસ્ક આપવામાં આવ્યા
- મામલતદાર પોતાના અન્ય સ્ટાફ સાથે પ્રવૃત્તિમાં જોડાયા
અરવલ્લી: કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારી તંત્ર અને સામાજીક સંસ્થાઓ પ્રયત્નો કરી રહી છે. જેમાં વધુમાં વધુ લોકો કોરોના ગાઇડ લાઇનનું પાલન કરે તે માટે જન જાગૃતિ ફેલાવી લોકો તેનો અમલ કરે તે સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં મોડાસા નગરપાલિકા કચેરી અને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્રારા મોડાસાના બજારોમાં દુકાનદારો અને રાહદારીઓને માસ્ક પહેરવા સમજાવ્યા હતા અને માસ્ક વિનાના લોકોને માસ્ક આપવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પાલિકા અને મામલતદાર કચેરીના સ્ટાફ સાથે મામલતદાર અરૂણ ગઢવી અને CO જિજ્ઞેશ બારોટ પણ જોડાયા હતા.
આ પણ વાંચો:બનાસકાંઠામાં ડીસા પોલીસના PIની અનોખી પહેલ, નિ:શૂલ્ક માસ્ક વિતરણ કરાયું
કોરોનાની વેશભુશા ધારણ કરી લોકોને આ મહામારી ન ફેલાવા અંગે જાગૃત કરવામાં આવ્યા
આ ઉપરાંત સામાજીક સંસ્થા ગેપ દ્રારા કોરોનાની વેશભુશા ધારણ કરી લોકોને આ મહામારી ન ફેલાવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. મોડાસાના મોટાભાગના વિસ્તારોમાં ફરી લાઉડ સ્પીકરથી જાહેર જનતાને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા વિનંતી કરવામાં આવી હતી.