- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના દબદબો
- આઝાદીના 75 વર્ષ છતાં પ્રશ્નોનો ઉકેલ નથી મળતો
- મતદારો ત્રીજા વિક્કલ્પ પર ચોક્કસ ધ્યાન આપશે
મોડાસા (અરવલ્લી) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટી, બીટીપી અને AIMIMનું આગમન થવાથી ચૂંટણીનું દંગલ દ્વિપક્ષીય કરતાં બહુપક્ષીય થશે તેવું લાગી રહ્યુ છે. સોમવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ સ્થાનિક સ્વારાજની ચૂંટણી અંગે પક્ષની આગામી રણનિતી વિષે પાર્ટીના કાર્યકર્તાઓને માહિતગાર કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં આપ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગોપાલ ઇટાલીયાએ પક્ષ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, મતદારો ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટ નેતૃત્વથી કંટાળી ગયા છે. વીજળી,પાણી આરોગ્ય જેવી સમસ્યાઓનો આઝાદી ના 75 વર્ષ થવા છતાં સરકાર ઉકેલ લાવી શકી નથી. એટલે લોકો ત્રીજા વિકલ્પ પર ચોક્કસ ધ્યાન અપાશે.
આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રમુખ ડી.બી ડામોર, ઉપપ્રમુખ ઉસ્માન લાલા, પોપટ બારીયા, મહિલા મોરચાના પ્રમુખ હંસાબેન પાટીલ, ભીખાભાઇ ચડી તેમજ અરવલ્લી જિલ્લાના છ તાલૂકા પ્રમુખો તથા અન્ય હોદ્દેદારો તથા જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.