મોડાસાઃ લોકડાઉન લંબાવામાં આવતા ધરતીના તાતની હાલત કફોડી થઇ છે. ઘઉં સહિત રવિ સીઝનની પેદાશોના ઢગલા ઘર અને ખેતરમાં પડી રહેતા દિવસે દિવસે માલ ખરાબ થઇ રહ્યો હતો. જેથી અરવલ્લી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ હજુ સુધી નોંધાયો ન હોવાથી, મોડાસા માર્કેટયાર્ડના સત્તાધીશોએ રવિ પાક વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 14 એપ્રિલથી શરુ કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ પોઝિટિવ ન આવ્યો હોવાથી મોડાસા માર્કેટયાર્ડના સત્તાધીશોએ રવિ પેદાશ વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 14 એપ્રિલથી શરુ કરવામાંં આવ્યું હતુ. જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન કરાવેલા 50 ખેડૂતોને ગુરુવારથી ખરીદી માટે બોલાવામાં આવ્યા હતા. બજાર ખુલતા ઘઉંનો સરેરાશ મણે 350 થી 400 રૂપિયાનો ભાવ બોલાયો હતો.