ETV Bharat / state

રખડતા ઢોર બન્યા ઘાતક, મોડાસામાં મહિલા ગંભીર રીતે ઘાયલ

અરવલ્લીઃ મોડાસા નગરમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાની સાથે-સાથે રખડતાં પશુઓનો ત્રાસ છે. જેનું નિરાકરણ લાવવાની નૈતિક નીતિ તો વહીવટીતંત્રમાં છે અને ના તો નગરપાલિકામાં છે. રખડતા પશુઓ ગમે ત્યારે ગમે તેને અડફેટે લે છે અને ગંભીર ઈજાઓ પહોંચાડે છે.

રખડતા ઢોર બન્યા ઘાતક,મહિલા ગંભીર રીતે ધાયલ
author img

By

Published : May 4, 2019, 11:55 AM IST

મોડાસાના નીલમબેન પંચાલ રાત્રિના 9 વાગ્યાના સુમારે પોતાની 10 વર્ષની બાળકી સાથે પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડાસા મહિલા પોલીસ સ્ટેશનની સામે એક ગાય તેમની બાળકી પર કોઈપણ જાતની ઉશ્કેરણી વિના તૂટી પડી હતી.પોતાની વહાલસોઇ દીકરી પર ગાયના હુમલાથી હેબતાઈ ગયેલી માતા તેને બચાવવા જતા ગાયે તેમના પર હુમલો કરી જમીન પર પટકી દીધા હતા.

ત્યાર બાદ ગાયે તેને પગ વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. મહિલા અને બાળકીની ચીસાચીસ સાંભળી આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ નીલમબેનને મોતના મુખમાંથી બચાવી લીધા હતા.

રખડતા ઢોર બન્યા ઘાતક,મહિલા ગંભીર રીતે ધાયલ
નીલમબેનને માથાના ભાગે 12 ટાંકા અને શરીરના અન્ય ભાગે ટાંકા આવ્યા છે તેઓને ગંભીર ઇજાઓ થઇ હોવાથી હાલ સારવાર હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રખડતાં પશુઓના ત્રાસના કેટલાય લોકોના ભોગ ભરેલા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. આ કારણે પશુપાલકોને પશુઓને છુટ્ટો મૂકવાનું પ્રોત્સાહન મળી રહ્યું છે.

2 અઠવાડિયા ગૌતમ કડિયાવાળા રોડ પર એક છોકરી પર ગાય જીવલેણ હુમલો કર્યો હતો. તંત્ર કોઇ નક્કર નીતિ અમલમાં લાવી રાહદારીઓને રખડતા પશુઓ સામે સુરક્ષિત કરે તેવી લોકમાંગ છે.

Intro:

મોડાસામાં રખડતા ઢોર બન્યા ઘાતક

મોડાસા અરવલ્લી

મોડાસા નગરમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ની સાથે-સાથે રખડતાં પશુઓનો ત્રાસ છે જેનું નિરાકરણ લાવવાની ની નૈતિક ન તો વહીવટીતંત્રમાં છે અને ન તો નગરપાલિકામાં છે . રખડતા પશુઓ ગમે ત્યારે ગમે તેને અડફેટે લે છે અને ગંભીર ઈજાઓ પહોંચાડે છે.

Body:મોડાસાના નીલમબેન પંચાલ રાત્રિના નવ વાગ્યાના સુમારે પોતાની ૧૦ વર્ષની બાળકી સાથે પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડાસા મહિલા પોલીસ સ્ટેશનની સામે એક ગાય તેમની બાળકી પર કોઈપણ જાતની ઉશ્કેરણી વિના તૂટી પડી હતી . પોતાની વહાલસોઇ દીકરી પર ગાયના હુમલાથી હેબતાઈ ગયેલી માતા તેને બચાવવા જતા ગાયે તેમના પર હુમલો કરી જમીન પર પટકી દીધા હતા ત્યાર બાદ ગાયે તેને પગ વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી મહિલા અને બાળકી ની ચીસાચીસ સાંભળી આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ નીલમબેન ને મોતના મુખમાંથી બચાવી લીધા હતા

નીલમબેન ને માથાના ભાગે બાળ કાકા અને શરીરના અન્ય ભાગે ટાંકા આવ્યા છે તેઓ ને ગંભીર ઇજાઓ થઇ હોવાથી હાલ સારવાર હેઠળ છે અત્રે ઉલ્લેખનીય છે કે રખડતાં પશુઓના ત્રાસના કેટલાય લોકો ભોગ ભરેલા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે પશુપાલકોને પશુઓને છુટ્ટો મૂકવાનું પ્રોત્સાહન મળી રહ્યું છે બે અઠવાડિયા ગૌતમ કડિયા વાળા રોડ પર એક છોકરી પર ગાય જીવલેણ હુમલો કર્યો હતો તંત્ર કોઇ નક્કર નીતિ અમલમાં લાવી રાહદારીઓને રખડતા પશુઓ સામે સુરક્ષિત કરે તેવી લોકમાંગ છે.

બાઈટ કુણાલ પચાલ મહિલાના પતિ

બાઈટ કેયા પચાલ મહિલાની બાળકી

બાઈટ ડો.ચિરાગ સત્યમ હોસ્પિટલ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.