અરવલ્લી: શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે દૂર દૂરથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. રક્ષાબંધન નિમિત્તે આજે પૂજારી સિવાય ભક્તો પણ ભગવાનને રાખડી અર્પણ કરે છે, ત્યારે ભક્તો દ્વારા લવાયેલી રાખડી ભગવાનને અર્પણ કરવામાં આવી રહી છે.
ભગવાન શામળિયાને રક્ષાબંધન નિમિત્તે શણગારવામાં આવ્યાં હતાં. કોરોનાને પગલે ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. શ્રદ્વાળુઓને થર્મલ સ્ક્રિનીંગ અને સેનેટાઇઝ કરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. તેમજ દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું હતું.