અરવલ્લી: જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછાવત્તા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. જોકે જિલ્લાના ભિલોડા તાલુકામાં મૂશળાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.
નગર્ના ગોવિંદનગર ચામઠા વાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકશાન થયુ હતું. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 116 ઇંચ વરસાદ થયો છે. સાર્વત્રિક વરસાદ થતા ખેડુતોમાં ખુશી પ્રસરી છે. જોકે ઉપરવાસમાં સામાન્ય વરસાદ થતા હજુ પણ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નહીંવત છે.