અરવલ્લી: રાજ્ય સરકારે ટેકાના ભાવે શરૂ કરેલ મગફળી ખરીદીની મુદ્દત પૂર્ણ થઇ છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે કુલ 1,77,545 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેના અંદાજે 75 કરોડ પૈકી 62 કરોડ જેટલી ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં કુલ 9,885 સામે 8,274 ખેડૂતોને મગફળીનું વળતર ચુકવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના 6 તાલુકામાં મગફળી ખરીદી કરાઈ હતી.
ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં 14,500 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં અંદાજે 55 હજાર જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું.