કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ ઇન્ફોર્મેશન પેવેલિયન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આગામી 12 નવેમ્બર સુધી ચાલનારા લોક સંપર્ક કાર્યાલયે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓની માહિતી આપવામાં આવશે.
શામળાજી ખાતે કાર્તિક પૂર્ણિમાનો ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં ત્રણ લાખ કરતાં વધારે દર્શનાર્થીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ આસપાસના જિલ્લાના શ્રદ્ધાળુઓ આવે છે. જેથી આ શ્રદ્ધાળુઓ અહીં સરકારી યોજનાઓની માહિતી મેળવે અને લાભ લે તે માટે દિપસિંહ રાઠોડ અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ અપીલ કરી હતી. આ સાથે જ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા ડૉ.ધીરજ કાકડીયા તેમજ આકાશવાણી કેન્દ્ર અમદાવાદના ડાયરેક્ટર સરિતા દલાલે જનતાને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ડીડીઓ, શામળાજી મંદિરના ટ્રસ્ટી, સાબર ડેરીના પૂર્વ ચેરમેન, શામળાજી ગ્રામ પંચાયતના સરપંચ , સહિત મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.