અરવલ્લીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના તમામ લોકોને કોરોના વાઇરસ એટલે કે COVID-19ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા પણ ભલામણ કરી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રોગના સંક્રમણથી બચવા સહકાર માંગ્યો હતો. જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જેમાં અરવલ્લીવાસીઓ પણ આરોગ્ય માટે જાગૃત થઇ 74,789 લોકોએ આરોગય સેતુ એપ ડાઉનલોડ કરી છે. જયારે 49,077 લોકોએ જાત તપાસ કરી પોતાના જીવને સુરક્ષિત કરવા માટે કટીબધ્ધ થયા છે.

દેશની 11 ભાષાઓમાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધીત COVID-19ના સંક્રમણને લગતા જોખમો અને તેનુ સચોટ વિવરણ. તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ ? તેવી તમામ માહિતી આરોગ્ય સેતુ એપમાં સમાવેશ કરાયો છે.