ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં કોરોના વેક્સીનની જાળવણી માટે તૈયારીઓ શરૂ - Aravalli district

દેશમાં અને રાજ્યમાં કોરોનાની વેક્સીન ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાની શક્યતાઓના પગલે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રસીને સાચવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગેની વ્યવસ્થા જિલ્લા વેક્સીન સ્ટોર ખાતે કરી દેવામાં આવી છે.

અરવલ્લી
અરવલ્લી
author img

By

Published : Dec 12, 2020, 7:01 PM IST

  • અરવલ્લી જિલ્લામાં કોરોના વેક્સીનની જાળવણી માટે તૈયારીઓ શરૂ
  • આગામી ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ શકે છે કોરોનાની વેક્સીન
  • જિલ્લા વેક્સીન સ્ટોર ખાતે શરૂ કરવામાં આવી સ્ટોરેજની વ્યવસ્થા

અરવલ્લી: કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા સમગ્ર વિશ્વ પ્રયત્નશીલ છે. ત્યારે ભારત માટે પણ સારા સમાચાર છે. સરકારની જાહેરાત પ્રમાણે આગામી ટૂંક સમયમાં કોરોનાની રસી ઉપલબ્ધ થશે. જેના પગલે દેશના તમામ જિલ્લાઓમાં વેકસીનની જાળવણી માટે માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. અરવલ્લીમાં જિલ્લા વેકસીન સ્ટોર ખાતે આરોગ્ય વિભાગે ડીપ ફ્રિઝર તેમજ અન્ય સાધાનોની ગોઠવણી કરી દીધી છે. આ અંગે વધુ માહિતી જિલ્લાના મુખ્ય ફાર્મસીસ્ટ મનુભાઈ પટેલે ઈટીવી ભારતને આપી હતી.

અરવલ્લી જિલ્લામાં કોરોના વેક્સીનની જાળવણી માટે તૈયારીઓ શરૂ

વેકસીન આપવા માટે જિલ્લા તંત્ર દ્વારા નીચે મુજબ વેક્સિનેશનની જાળવણી તેમજ અમલીકરણ માટે આયોજન કરવામાં આવ્યું છે.

કુલ વેક્સિનેટરની સંખ્યા 323

કુલ સેશન સાઈટ 1162

કુલ ILRની સંખ્યા 55

કુલ ડીપ ફ્રીઝની સંખ્યા 44

51 કોલ્ડ ચેઈન પોઈન્ટ નિયમિત રસીકરણ કાર્યક્રમ માટે કાર્યરત

વેક્સિનને સચાવવા માટે જિલ્લા કક્ષાએ 1, તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને કોટેજ હોસ્પિટલ ખાતે કુલ 50 મળીને કુલ 51 કોલ્ડ ચેઈન પોઈન્ટ નિયમિત રસીકરણ કાર્યક્રમ માટે કાર્યરત કરવામાં આવ્યા છે. કોવીડ-19 વેક્સિનેશન અન્વયે જરૂર જણાશે તો અન્ય કોલ્ડ ચેઈન સંલગ્ન વધારની સુવિધાઓ કરવામાં આવશે.

સામૂહિક રસીકરણ માટે દેશભરમાં તૈયારીઓ

દેશભરમાં સામુહિક રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ સમગ્ર દેશમાં સરકારે 30 કરોડ લોકોને ઓળખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમને પ્રાધાન્યતાના આધારે રસી આપવામાં આવશે. જેમાં લગભગ 1 કરોડ આરોગ્યસંભાળ કામદારો અને 2 કરોડ ફ્રન્ટલાઈન કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે દેશભરમાં હજારો કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા કરી છે, અને સામૂહિક રસીકરણ કાર્યક્રમના ભાગ રૂપે લાખો સિરીંજના ઓર્ડર આપ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.