ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં માસ્ક વિના ફરતા લોકો વિરુદ્વ પોલીસે કરી કાર્યવાહી

અરવલ્લી જિલ્લામાં માસ્ક વિના ફરતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે . જિલ્લાના મોડાસાના વિવિધ સ્થળોએ માસ્ક વિના જોવા મળેલ લોકોને આજે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી હતી.

અરવલ્લી જિલ્લામાં માસ્ક વિના ફરતા લોકો વિરુદ્વ પોલીસે કરી કાર્યવાહી
અરવલ્લી જિલ્લામાં માસ્ક વિના ફરતા લોકો વિરુદ્વ પોલીસે કરી કાર્યવાહી
author img

By

Published : Nov 21, 2020, 3:43 PM IST

  • અરવલ્લી પોલીસ એક્શન મોડમાં
  • કોરોનાના કેસ વધતા તંત્ર થયું સતર્ક
  • માસ્ક વિના જોવા મળેલા લોકો પાસથી દંડ વસુલવામાં આવ્યો

મોડાસા: કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા સરકારી ગાઇડલાઇન મુજબ જાહેરમાં દરેક વ્યક્તિને માસ્ક પહેરવુ ફરજીયાત છે. તેમ છતાં લોકો આ કાયદાની સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. દિવાળી પછી કોરોના વાઈરસના કેસ વધતા તંત્ર ફરીથી સાબદુ થયુ છે. અરવલ્લીના મોડાસામાં DySp ભરત બસિયા અને પોલીસ ટીમ દ્રારા માસ્ક વિના જોવા મળેલ બેદરકારો પાસેથી રૂ.1000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં માસ્ક વિના ફરતા લોકો વિરુદ્વ પોલીસે કરી કાર્યવાહી

નોંધનીય છે કે આરોગ્ય વિભાગ દ્રારા હાથ ધરવામાં આવેલ રેપીડ ટેસ્ટમાં મોટા પ્રમાણમાં લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. અરવલ્લીમાં હાલ સત્તાવાર આંકડા મુજબ જિલ્લાની કોવીડ હોસ્પિટલ્સમાં 16 દર્દીઓ સારવાર હેઠળ છે.

અરવલ્લી જિલ્લાના બીજા સમાચાર

અરવલ્લી જિલ્લામાં કોરોનાનો આંક 646 પર પહોંચ્યો છે. જે પૈકી 556 દર્દીઓની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ Covid-19ના 16 પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.

દિવાળીના તહેવાર બાદ જીવલેણ કોરોના વાઇરસ વધુ પ્રસર્યો હોવાથી લોકોમાં દહેશત ફેલાઇ છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં ધરખમ વધારો થતાં પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા, અમદાવાદ શહેરમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ધનસુરા વેપારી મંડળે ત્રણ દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ધનસુરા અને આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.