- અરવલ્લી પોલીસે 2 લાખ ઉપરનો દારૂ પકડ્યો
- પોલીસે કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- ઉત્તર પ્રદેશનો છે આરોપી
શામળાજી-અરવલ્લી : જિલ્લાની શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતી કારમાંથી રૂપિયા 2,20,500/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર સાથે રૂપિયા 4,22,500નો કુલ મુદામાલ નો કબ્જો લઇ હેરાફેરી કરનાર વ્યક્તિને ઝડપી પાડ્યો છે.
ગાડીમાં પાછળ ની શીટમાં ગુપ્ત ખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો
અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે બાતમી આધારે રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા શંકાસ્પદ વાહનોનું ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમ્યાન મારૂતી SX4 ગાડી નંબર. DL-9-CX- 4151 શંકાસ્પદ જણાતા તેને અટકવામાં આવી હતી. જેની તપાસ કરતા કંઈ ન મળી આવતા પોલીસે વાહનચાલકની અગાવી ઢબે પૂછપરછ કરી હતી. જેના પગલે ચાલકે પોતાના કબ્જાની મારૂતી SX4 ગાડીમાં પાછળ ની શીટમાં ગુપ્ત ખાનું બનાવી તેમા દારૂ છુપાવ્યો હોવાનું જણાવ્યુ હતું.
આ પણ વાંચો : વિરમગામ ટાઉન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા
આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી
ગુપ્ત ખાનાની તલાશી લેતા તેમાં થી રૂપિયા 2,20,500/-ની ભારતીય બનાવટના વિદેશી દારૂની 83 બોટલ મળી આવી હતી. પોલીસે મોબાઇલ તથા મારૂતી સુઝુકી SX4 કંપનીની ગાડી મળી કુલ 4,22,500/-નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. આ સાથે જ પ્રોહીબીશન નો જથ્થો લઈ જનાર ઉતપ્રદેશના બિજરોલના રહેવસી મારૂતી SX4 ગાડીના ચાલક અમીત રણધીરસિંઘ મહેન્દ્રસિંઘ ચૌધરી ને ઝડપી તેની વિરૂદ્વ શામળાજી પોલીસ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : ખોડા ચેકપોસ્ટ પરથી દારૂ અને ટ્રેલર સહિત બે આરોપીઓની અટકાયત