- બાયડના પગીયાના મુવાડા ગામે શુક્રવારનો પ્રેમપ્રકરણ મામલો
- આઠ ઇસમો સામે નામ જોગ ફરીયાદ
- ફરજમાં રૂકાવટના ગુન્હામાં ટોળા સામે ફરીયાદ
અરવલ્લીઃ જિલ્લામાં શુક્રવારના રોજ બાયડ તાલુકાના પગીયાના મુવાડા ગામે પ્રેમ પ્રકરણમાં યુવતીનો મૃતદેહ કુવામાં લટકેલ હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી હતી. યુવતીના પરિવારજનોએ અને ટોળાએ પ્રેમી યુવક સાવનસિંહ સોલંકીને ઘર નજીક થાંભલા સાથે દોરડા વડે બાંધી ઢોર માર માર્યો હતો. યુવકને બચાવવા ડી.વાય.એસ.પી ભરત બસીયા સહિત જિલ્લા પોલીસ કાફલો ધટના સ્થળે પહોંચ્યો હતો. યુવતીના પરિવારજનો અને ટોળાને સમજવાનો પ્રયત્ન કરવા છતા ટસના મસના થતા આખરે પોલીસે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ટોળાને વિખેરી નાખી ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આઠ ઇસમો સામે નામ જોગ ફરીયાદ
આ કેસમાં શનિવારના રોજ સાઠંબા પોલીસે યુવતીના પિતા સહીત તેના પરિવારજનો અને સગા-સબંધીઓ સામે ગુન્હો નોંધાવ્યો હતો. જેમાં 1. વિનુસિંહ સરદારસિંહ સોલંકી, 2. ચતુરસિંહ સરદારસિંહ સોલંકી, 3.ભરતસિંહ સરદારસિંહ સોલંકી, 4.સુરજ વિનુસિંહ સોલંકી, 5.રાહુલ વિનુસિંહ સોલંકી, 6.ગુલાબસિંહ, 7.તખતસિંહ અને 8.લાડુબેન નામની મહિલા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ફરજમાં રૂકાવટના ગુન્હામાં ટોળા સામે ફરીયાદ
સાઠંબા પોલીસે પગીયાના મુવાડા ગામે બંધક બનાવેલ યુવકને છોડાવવા જતા ટોળાએ ફરજમાં રૂકાવટ ઉભી કરી કાયદો હાથ લઇ હથિયારો અને પથ્થર ધારણ કરી પોલીસ પર હુમલો કરનાર ટોળા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.