અરવલ્લી જિલ્લામાં લોકડાઉનની અમલવારી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલની અધ્યક્ષકતામાં પેટ્રોલીંગ કરવામં આવ્યુ હતું આ ઉપરાંત પોલીસ કાફલા દ્વારા ધનસુરા તેમજ બાયડમાં પેટ્રોલીંગ કરી લોકોને ઘરમાં રહેવાની સુચાનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત મોડાસા ટાઉન પોલીસના સ્ટાફ દ્વારા મોડાસા વિસ્તારમાં ડ્રોન કેમેરા મારફતે બાજનજર રાખવામાં આવે છે.
પહાડપુર ગામ તરફ જતા રોડની સાઈડમાં ખૂલ્લા મેદાનમાં ડ્રોન વીડિયો કેમેરાના નિરીક્ષણ કરતા કેટલાક વ્યક્તિ ઓંનું ટોળું થઈને ક્રિકેટ રમતા હોવાથી તમામ માણસોને કોર્ડન કરી પકડી પાડી તેઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.